Gujarat Rain Forecast: બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમ ખંભાતના અખાત પાસે પહોંચતા વેલમાર્ક લો પ્રેશરમાં ફેરવાઇ છે. જેની અસરથી આજે હવામાન વિભાગે કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે. ભારે વરસાદની શક્યતાને જોતા સાત જિલ્લામાં એલર્ટ જાહેર કર્યું છે. દ્વારકા,પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, જામનગર,  અમરેલીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ખંભાતના અખાત પાસે સર્જાયું વેલમાર્ક લો પ્રેશરના કારણે આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે. તો મધ્ય ગુજરાત, ઉત્તમ ગુજરાત અને પૂર્વ ગુજરાતમાં મધ્યમ વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં આગામી 3 દિવસ ભારે પવન સાથે વરસાદનું અનુમાન છે. હવામાન વિભાગે સંઘપ્રદેશ દીવમાં પણ ભારે વરસાદની શક્યતાને જોતો ઓરેંજ એલર્ટ જાહેર કર્યું છે.

Continues below advertisement

હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે  કચ્છમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે  ધીમીધારે વરસાદ શરૂ થયો છે. ભુજ, માધાપર, મિરઝાપર, સુખપરમાં સવારથી ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. ભુજોડી, કુકમા.માંડવી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પણ ધીમીધારે વરસાદ વરસ્યો. કચ્છમાં પણ આજે ભારે વરસાદને લઈ યલો એલર્ટ અપાયું છે.ઉપરાંત ગત રાત્રે સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં પણ હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં પણ મોટાભાગના જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો છે.

રાજ્યમાં બે દિવસથી ભારે વરસાદથી 111 માર્ગ બંધ થયા છે. ઓવર ટોપિંગના કારણે 1 નેશનલ, 6 સ્ટેટ હાઈવે બંધ છે. પંચાયત હસ્તકના 97 અને અન્ય સાત માર્ગ બંધ થયા છે. સૌથી વધુ વલસાડમાં 32 તો નવસારીમાં 11 માર્ગ બંધ થયા છે. છોટાઉદેપુરમાં નેશનલ હાઈવે પર પાણીના ભરાતા ટ્રાફિક અવરોધાયો હતો.

Continues below advertisement

બંગાળની ખાડીમાં સર્જાયેલી મજબૂત સિસ્ટમના કારણે ગુજરાતમાં હાલ સાર્વત્રિક વરસાદની સ્થિતિ છે. બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમ ગુજરાત પરથી પસાર થઇ રહી હોવાથી ભારે વરસાદની સ્થિતિ સર્જાઇ છે. રાજ્યમાં હાલ નવરાત્રિને લઇને ગરબા  મહોત્સવ ચાલી રહ્યો છે. આવી સ્થિતિમાં શનિવારથી શરૂ થયેલો વરસાદ ગરબાના રંગમાં સતત ભંગ પાડી રહ્યો છે. સાતમા નોરતાથી વરસી રહેલા વરસાદે ગરબા આયોજકોની ચિંતા વધારી છે તો  ખેલૈયાઓને  નિરાશ કર્યાં છે. આ સિસ્ટમ ડિપ્રેશન બાદ વેલ માર્ક લો પ્રેસર એરિયા બની. આ સિસ્ટમના કારણે 2 ઓક્ટોબર સુધી વરસાદ વરસશે. આ સિસ્ટમ દક્ષિણ ગુજરાતથી થઇને સૌરાષ્ટ્ર તરફથી પસાર થઇ રહી છે. જેના પગલે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદનું અનુમાન છે. આ સિસ્ટમ આગળ વધીને અરબી સમુદ્રમાં જતી રહેશે.