Chandola Demolition: અમદાવાદના ચંડોળા તળાવ પાસે ધૂસણખોરી બાંગ્લાદેશીની વસાહત પર આજે ડિમોલિશન હાથ ધરાયું છે. આ મેગા ડિમોલિશનને લઇને 18થી વધુ લોકોએ હોઇકોર્ટમાં અરજી કરી છે અને ડિમોલિશન રોકવા માંગણી કરી છે. ત્યારે ઉલ્લેખનિય છે કે, છેલ્લા 14 વર્ષથી ચંડોળા તળાવની આસપાસ આશરે દોઢ લાખ સ્ક્વેર મીટરની સરકારી જમીન પર બાંગ્લાદેશીઓએ દબાણ કરાયું છે. ત્યારે આજે  50 જેસીબી મશીન દ્રારા અમદાવાદનું સૌથી મોટું ડિમોલિશન થઇ રહ્યું છે. આ ડિમોલિશનને લઇને કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ પણ પોતાનો મત રજૂ કર્યો હતો. જાણીએ તેમણે શું કહ્યું

Continues below advertisement


કોંગ્રેસ ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ શું કહ્યું?


“ આજે જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્રારા ચંડોળામાં મેગા ડિમોલિશન હાથ ધરાયું છે. બાંગ્લાદેશી અહીં આવીને ગેરકાયદે વસ્યા છે. જેમનો ગેરકાયદે પ્રવેશ થયો છે અને તેમની પાસે કોઇ પુરાવા નથી. તેવા લોકોને દૂર કરવા જોઇએ. તળાવની આજુબાજુ જે સરકારી જમીન પર બાંધકામ છે. તેને હું પણ સમજી શકું કે તેને દૂર કરવા જ જોઇએ. કેમકે તેઓ ગેરકાયદે રહે છે અને તેમની પાસે કોઇ પુરાવા નથી. જેમની પાસે પુરાવા છે જેમને તો કોઇ ચિંતા કરવાની જરૂર નથી. જો કે જેની પાસે પુરાવા નથી તેને ડિપોર્ટ કરવા જોઇએ. આ ગુજરાતની સુરક્ષાનો મામલો છે અને જ્યારે આવી કોઇ કાર્યવાહી સરકાર દ્રારા થાય તો લોકોએ પણ તેને સાથ સહકાર આપવો જોઇએ. જે લોકો સાચા છે. આપણા ગુજરાતી છે  જે સાચા છે અને ગુજરાતના આસપાસના લોકો પણ ત્યાં રહે છે એ લોકોના પુરાવાર જોઇએ તેમની વૈકલ્પિક રહેવાની વ્યવસ્થા પણ કરવી જોઇએ. કેમકે નામદાર સુપ્રીમ કોર્ટે પણ કહ્યું છે. જો કે જે બાંગ્લાદેશી છે તેમને સરકારે અહીં આટલા સમય કેમ રહેલા દીધા તે ચિંતાનો વિષય છે.



લાલા બિહારીએ 2 હજાર વારમા આલિશાન રિસોર્ટ બનાવ્યો



ડિમોલિશનની શરૂઆત મહેમુદ પઠાણ ઉર્ફે લાલા બિહારીના ફાર્મથી કરવામાં આવી હતી. દબાણ માફિયા લાલા બિહારીના ફાર્મ હાઉસ પર AMCની ટીમ અને અમદાવાદ ક્રાઈમબ્રાંચની ટીમ પહોંચી હતી. લાલા બિહારીએ 2 હજાર વારમાં ગેરકાયદેસર રિસોર્ટ બનાવ્યો હતો. તળાવમાં બનાવેલા રિસોર્ટમાં સ્વિમિંગ પુલ અને પાર્ટીઓ માટેની જગ્યા પણ બનાવવામા આવી હતી. રિસોર્ટમાં સ્વિમિંગ પુલ, ગાર્ડન, અને ફુંવારા જોવા મળ્યા હતા.મહેમૂદ પઠાણ ઉર્ફે લાલા બિહારીનું ગેરકાયદે ફાર્મ હાઉસ જમીનદોસ્ત કરવામાં આવ્યું હતું. મહેમૂદ પઠાણ ગેરકાયદે બાંગ્લાદેશીઓને આશરો આપતો હતો. એક વ્યકિત દીઠ મહેમૂદ પઠાણ 10થી 15 હજાર વસૂલતો હતો.