ગુજરાત પોલીસવડા આશિષ ભટિયાના જણાવ્યા મુજબ સુપ્રિમ કોર્ટની કમિટી અને રોડ સેફટી દ્વારા રોડ સેફ્ટી અંગેની કામગીરીની સમીક્ષા બેઠક રાખવામાં આવી હતી. આ બેઠકમાં ગુજરાતમાં બનતા રોડ અકસ્માતના બનાવોમાં હેલ્મેટ નહી પહેરવાના કારણે અકસ્માતમાં મૃત્યુદર તેમજ ગંભીર ઇજાના પ્રમાણમાં નોધપાત્ર વધારો જોવા મળ્યો છે એ મદ્દે ટર્ચાથઈ હતી. તેના પગલે ગુજરાત પોલીસ અધિકારીઓની મળેલી બેઠકમાં રોડ અકસ્માતમાં ગંભીર ઇજામાં ઘટાડો લાવવા તથા ટ્રાફિકના નિયમનની સુયોગ્ય અમલવારી કરાવવા માટે 20 સપ્ટેમ્બર સુધી ગુજરાતના હાઇવે ઉપર હેલ્મટેની સ્પેશિયલ ડ્રાઇવ રાખવાનો નિર્ણય લેવાયો હતો.
આ નિર્ણય પ્રમાણે અમદાવાદ શહેરમાં રિંગ રોડ અન એસજી હાઇવે ઉપર પણ દસ દિવસ સુધી પોલીસ દ્વારા વિશેષ ડ્રાઇવ રાખવામાં આવશે અને હેલ્મેટ વગર વાહન ચલાવનારા વાહન ચાલકો પાસેથી રૂપિયા 500 લેખે દંડ વસૂલવામાં આવશે. શહેરમાં પોલીસ હેલ્મેટ વગરના વાહન ચાલકો પાસેથી ટ્રાફિક નિયમભંગ બદલ રાબેતા મુજબ દંડ લઇ શકશે.