ભાવનગરઃ શહેરના કુંભારવાડામાં રહેતી યુવતીને લગ્નની લાલચ આપી ૨૦ દિવસ પૂર્વે યુવતીને નારી ચોકડીના શખ્સે રીક્ષામાં બેસાડી બોરતળાવ પાછળ બાવળની કાંટમાં લઈ જઈ પરાણે શારીરિક સંબંધ બાંધ્યા હતા. એટલું જ નહીં, જો તું કોઈને કંઈ કહીશ તો સમાજમાં બદનામ કરી નાખીશ તેવી ધમકી આપી હતી.
આ અંગે યુવતીની માતાએ શખ્સ સામે પોલીસ ફરિયાદ નોંધાવતા સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે. યુવતીની માતાએ બોરતળાવ પોલીસ મથકમાં અજય અશોકભાઈ સોલંકી વિરૃધ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે, ૨૦ દિવસ પહેલા તેની દિકરી બોરતળાવ ઈસ્કોન ક્લબ બાજુ ભંગાર લેવા માટે ગઈ હતી, તે સમયે અજય રીક્ષા લઈને આવી ખોડીયાર મંદિર બાજુ જવાનું કહ્યું અને પછી લગ્નની લાલચ આપી લલચાવી ફોસલાવી રીક્ષામાં બેસાડી બોરતળાવ પાછળ બાવળની કાંટમાં લઈ ગયો હતો. તેમજ અહીં ધાક ધમકી આપી દુષ્કર્મ આચર્યું હતું.
આ શખસે જો તું કોઈને કહીશ તો સમાજમાં બધાને કહીને તારું નામ બદનામ કરી દઈશ તેવી ધમકી તેની દીકરીને આપી રીક્ષામાં પરત મૂકી નાસી છૂટ્યો હતો. બોરતળાવ પોલીસે અજય સોલંકી વિરૃધ્ધ આઈપીસી ૩૭૬(૧), ૫૦૬(૧) મુજબ ગુનો દાખલ કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.
ભાવનગરઃ યુવકે યુવતીને તળાવ પાછળ બાવળી કાંટમાં લઈ જઈ પરાણે બાંધ્યા શારીરિક સંબંધ, પછી શું કર્યું ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
09 Sep 2020 09:34 AM (IST)
યુવતીની માતાએ શખ્સ સામે પોલીસ ફરિયાદ નોંધાવતા સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે. યુવતીની માતાએ બોરતળાવ પોલીસ મથકમાં અજય અશોકભાઈ સોલંકી વિરૃધ્ધ ફરિયાદ નોંધાવી છે.
પ્રતિકાત્મક તસવીર.
- - - - - - - - - Advertisement - - - - - - - - -