જળાશયોની સ્થિતિ:ગુજરાતમાં હાલ મોનસૂન સિસ્ટમ સક્રિય છે. હવામાન વિભાગે આગામી 5 દિવસ વરસાદની આગાહી કરી છે. ગુજરાતમાં અત્યાર સુધી આ સીઝનમાં 80 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જેના પગલે રાજ્યમાં 207 પૈકી હાલ 58 જળાશયો સંપૂર્ણ ભરાયા છે.
રાજ્યમાં શું છે જળાશયોની સ્થિતિ?
રાજ્યમાં 207 પૈકી હાલ 58 જળાશયો સંપૂર્ણ ભરેલા છે. જેમાં હાલ 71.73 ટકા પાણીનો જથ્થો છે.
સરદાર સરોવર ડેમમાં હાલ 58.12 ટકા પાણીનો જથ્થો છે. ઉત્તર ગુજરાતમાં 15માંથી માત્ર એક જ ડેમ સૂંપૂર્ણ ભરેલો છે. કુલ જેમાં કુલ 32.77 ટકા પાણીનો જથ્થો છે. દક્ષિણ ગુજરાતના 13 ડેમોમાં પૈકી ત્રણ સંપૂર્ણ ભરેલા છે. હાલ કુલ 93.65 પાણીનો જથ્થો છે. કચ્છના 20 ડેમમાંથી હાલ 28.45 ટકા પાણીનો જથ્થો છે. સૌરાષ્ટ્રના 141 પૈકીમાંથી 51 જળાશયો સંપૂર્ણ ભરેલા છે.હાલ કુલ 78.95 પાણીનો જથ્થો છે.
ગુજરાતમાં આગામી પાંચ દિવસ વરસાદી માહોલ જોવા મળશે. હવામાન વિભાગે આ આગાહી કરી છે. હવામાન વિભાગના અનુસાર આગામી 5 દિવસ પૂરા ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદ વરસશે. જો કે, સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતના અમૂક જિલ્લામાં ભારે વરસાદ વરસશે.
હવામાન વિભાગના મતે રાજસ્થાન પર સર્જાયેલા સર્ક્યુલેશનના કારણે ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે. 27 અને 28 સપ્ટેમ્બરે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસશે. હવામાન વિભાગનું કહેવું છે કે સૌરાષ્ટ્ર-કચ્છમાં હવે નથી રહી વરસાદની ઘટ. ઉત્તર ગુજરાતમાં હજુ વરસાદ થોડો ઓછો છે. આગામી દિવસોમાં આ ઘટ પણ પૂર્ણ થઈ જશે.
ગુજરાતમાં અત્યાર સુધી આ સીઝનમાં 80 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જેમાં સૌથી વધુ સૌરાષ્ટ્ર ઝોનમાં વરસાદ વરસ્યો છે. સૌરાષ્ટ્રમાં અત્યાર સુધી 90 ટકા વરસી ચૂક્યો છે વરસાદ. રાજ્યના 56 ડેમ છલોછલ ભરાઈ ચૂક્યા છે. હાલ રાજ્યના 83 ડેમ હાઈ એલર્ટ પર છે. તો 12 ડેમ એલર્ટ પર છે.