રાજ્યમાં કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે. રાજ્યમાં સંક્રમિત દર્દીઓની સંખ્યા 1743 પર પહોંચી ગઈ છે. કોરોના વાયરસના કારણે કુલ મૃત્યુઆંક 63 પર પહોંચ્યો છે. સમગ્ર ગુજરાતમાં લોકડાઉન હોવા છતાં પણ લટાર મારવા માટે લોકો ઘરની બહાર નીકળે છે તેવા લોકો સામે પોલીસે કડક કાર્યવાહી કરી છે. પોલીસ દ્વારા લોકડાઉનના ભંગ તથા મોટર વાહન કાયદા હેઠળની જોગવાઈઓ મુજબ ડીટેઈન કરેલા વાહનો મુક્ત કરાવવાનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે.
મુખ્યમંત્રીએ લીધેલા અન્ય એક નિર્ણય અંગેની જાણકારી આપતાં મુખ્યમંત્રીના સચિવે ઉમેર્યું હતું કે, લોકડાઉન સમય દરમિયાન પોલીસ દ્વારા કાયદા ભંગ અંગે ડિટેઈન કરવામાં આવેલા વાહનો માટે કમ્પાઉન્ડીંગ ફી નિયત કરવામાં આવી છે.
વિજય રૂપાણીએ આ કમ્પાઉન્ડીંગ ફીની બાબતમાં પણ એવો નિર્ણય કર્યો છે કે, હવેથી આવા ડિટેઈન થયેલા વાહનોના કિસ્સામાં ટૂ વ્હીલર-થ્રી વ્હીલર માટે રૂપિયા 500 તેમજ ફોર વ્હીલર્સ માટે રૂપિયા 1000 કમ્પાન્ડીંગ ફી વસુલ કરવામાં આવશે તેમ અશ્વિનીકુમારે જણાવ્યું હતું.
લોકડાઉન સમય દરમિયાન પોલીસ દ્વારા કાયદા ભંગ અંગે ડિટેઈન કરવામાં આવેલા વાહનો માટે કમ્પાઉન્ડીંગ ફી નિયત કરવામાં આવી છે.
ટુ વ્હીલર માટે 500 રૂપિયા અને થ્રી વ્હીલર માટે રૂપિયા 1000 રૂપિયાની ફી વસુલ કરાશે.
પોલીસ દ્વારા લોકડાઉનના ભંગ તથા મોટર વાહન કાયદા હેઠળની જોગવાઇઓ મુજબ ડીટેઈન કરેલા વાહનો મુક્ત કરાવવા વાહનના માલિકે પોલીસ પોઈન્ટ અથવા RTO જવું ન પડે તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગ પણ જળવાય તે હેતુથી લોકડાઉન દરમિયાન વાહન ડિટેઇન કરવાના ગુન્હાઓ સમાધાન શુલ્ક લઇ ત્વરિત નિકાલ કરવાનો રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. જાહેરનામા દ્વારા પોલીસ હેડ કોન્સ્ટેબલ તથા તેની ઉપરના પોલીસ અધિકારીઓને સત્તા આપવામાં આવી છે.
ગુજરાતમાં પોલીસે ડીટેઈન કરેલાં વાહનો છોડાવવાં હોય તો શું કરવુ પડશે? જાણો ભરવી પડશે કેટલી રકમ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
20 Apr 2020 09:47 AM (IST)
લોકડાઉન સમય દરમિયાન પોલીસ દ્વારા કાયદા ભંગ અંગે ડિટેઈન કરવામાં આવેલા વાહનો માટે કમ્પાઉન્ડીંગ ફી નિયત કરવામાં આવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -