કોરોના કાળથી  લગભગ 2 વર્ષથી વધુ સમયથી બંધ શાળાને ફરી પૂર્વત કરવા માટેની કવાયત શરૂ  થઇ ગઇ છે. ધોરણ 6,7,8 અને 10.12ના વર્ગો શરૂ કર્યા બાદ સરકાર હવે 1થી 5 ધોરણના વર્ગ પણ શરુ કરવા વિચારી રહી છે.


કોરોનાની બીજી લહેર હવે લગભગ સમાપ્તી આરે છે. સતત કેસમાં ઘટાડો થઇ રહ્યો છે. આ સ્થિતિને જોતા ધોરણ 11,12, અને 6,7,8ના ઓફલાઇન ક્લાસ શરૂ થઇ ગયા છે. કોવિડનું સંક્રમણ ઓછું થતાં હવે ગુજરાત સરકાર 1થી 5 ધોરણના ઓફલાઇન ક્લાસ શરૂ કરવા માટે વિચારી રહી છે.


શિક્ષણમંત્રી આજે શ્રાવણી સોમવતી અમાસના અવસરે શૂણપાણેશ્વર મહાદેવનું પૂજન અર્ચન કરવા માટે પહોંચ્યા હતા આ સમયે મીડિયા સાથે રૂબરૂ થતાં 1થી 5ના ક્લાસ શરૂ કરવાના સવાલનો જવાબ આપતા રાજ્.ય શિક્ષણ મંત્રી ભૂપેન્દ્ર સિંહ ચુડાસમાએ જણાવ્યું કે, 1થી5 ધોરણના ક્લાસ શરૂ કરવા માટે પહેલા આરોગ્ય વિભાગ સાથે વિચાર વિમર્શ કરવામાં આવશે ત્યારબાદ જ સ્થિતિની સમીક્ષા કરીને નિર્ણય લેવાશે.  તેમણે જણાવ્યું હતું કે, ટૂંક સમયમાંય 1થી5 ધોરણના ક્લાસ શરૂ કરવા માટે વિચારણા થઇ રહી છે પરંતુ આ પહેલા કોર કમિટીની બેઠક અને આરોગ્ય વિભાગની અને શિક્ષણ વિદોની સલાહ બાદ જ 1થી 5 ધોરણના ઓફલાઇન ક્લાસ શરૂ કરવાનો નિર્ણય લેવાશે.


શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે, કોવિડના કેસમાં ઘટાડો થતાં આપણે ધોરણ 6,7,8, અને 11, 12 ક્લાક ખોલવામાં સફળ રહ્યાં. વાલીઓ બાળકોને શાળા મોકલી રહ્યાં છે અને શિક્ષકો પણ ઉત્સાહથી બાળકોને ભણાવી રહ્યાં છે. કોવિડની ગાઇલાઇન્સ મુજબ શાળા ચાલી રહી છે. જેથી હવે બીજા તબક્કામાં 1થી5 ધોરણના ઓફલાઇન ક્લાસ શરૂ કરવાની પણ વિચારણા ચાલી રહી છે.


શાળાના સમયનો શિક્ષકોનો વિરોધ


પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોના સમયને લઈને મોટો વિવાદ શરૂ થઈ ચુક્યો છે.RTE એક્ટનો હવાલો આપી સરકારે સોમવારથી શુક્રવાર સુધી આઠ કલાક અને શનિવારે પાંચ કલાક માટે સમય નિર્ધારિત કરતા શિક્ષકોમાં રોષ જોવા મળી રહ્યો છે. પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ સાથે જોડાયેલા મહિલા શિક્ષિકાઓ પણ આ મુદ્દે વિરોધ કર્યો છે.