સુરત:ચોમાસાની શરૂઆત ધીમી અને નબળી હોવાથી ખેડૂત ચિંતિત હતા પરંતુ છેલ્લા  સપ્તાહથી ગુજરાતમાં છૂટછવાયો વરસાદ પડતા ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે. સુરતમાં મેઘ મંડાણ થતાં ગરમીથી રાહત મળી છે.


સુરતમાં  2 કલાકમાં 2 ઇંચ વરસાદ વરસતાં અડાજણ લિંબાયત સહિતના અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે. સતત મેઘમંડાણના કારણે રસ્તા પર પાણી ભરાઇ જતાં સવારે કામ ધંધે જતાં લોકોએ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઉલ્લેખનિય છે કે, હવામાન વિભાગ દ્રારા ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. સુરતમાં મનમૂકીને મેઘરાજા વરસતાં સુરતના અનેક વિસ્તાર જળમગ્ન થયા છે. હવામાન વિભાગની આગાહી આગામી  3 દિવસ સુરત, નવસારી, વલસાડ, સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ સહિતના વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.


ફરી જામી શકે છે ચોમાસું


રાહતની વાત એ છે કે ગુજરાતમાં આગામી ૭ સપ્ટેમ્બરથી ચોમાસું ફરી જામી શકે છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી ૭ સપ્ટેમ્બરે  વલસાડ, દમણ, દાદરા નગર હવેલી-૮ સપ્ટેમ્બરે સુરત, નવસારી, વલસાડ, નર્મદા, ભરૃચ, ડાંગ, તાપી, અમરેલી, ભાવનગર, બોટાદમાં જ્યારે ૯ સપ્ટેમ્બરે સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, સુરત, બનાસકાંઠા, સાબરકાંઠા, ખેડા, અમદાવાદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં ભારે થી અતિભારે વરસાદ પડી શકે છે.


કયા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી?



  • ૭ સપ્ટેમ્બર : વલસાડ, દમણ, દાદરા નગર હવેલી.

  • ૮ સપ્ટેમ્બર : સુરત, નવસારી, વલસાડ, નર્મદા, ભરૃચ, ડાંગ, તાપી, અમરેલી, ભાવનગર, બોટાદ.

  • ૯ સપ્ટેમ્બર : સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, સુરત, બનાસકાંઠા, સાબરકાંઠા, ખેડા, અમદાવાદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ.

  • ૧૦ સપ્ટેમ્બરઃ: ખેડા, વડોદરા, છોટા ઉદેપુર, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, નર્મદા, સુરત, તાપી, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, બોટાદ.