Gujarat Weather Update:ગુજરાત સહિત કેટલાક રાજ્યોમાં મકરસંક્રાંતિના પર્વમાં પતંગ ઉડાવવાની પરંપરા છે. તો આ દિવસે પવનની ગતિ કેવી રહેશે તે સવાલ પતંગ રસિયાઓને થતો હોય છે તો આ વર્ષે પવન પતંગ રસિયોઓને નિરાશ નહિ કરે પવનની ગતિ સારી રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. ઉતરાણ પહેલા ઉત્તર દિશામાંથી આવતા પવનની ગતિ વધશે અને તેના કારણે આ સમય દરિયાન સારો પવન રહેશે, ઠંડીની વાત કરીએ તો આગામી 3થી 4 દિવસમાં ત્રણથી 4 ડિગ્રી તાપમાનો પારો ગગડતાં હાડ થીજાવતી ઠંડીનું અનુમાન છે.

Continues below advertisement

હવામાન વિભાગના અનુમાન મુજબ  એક સિસ્ટમ ભારત પર આવી રહી છે. જેની અસર ઉત્તર ભારત પર થશે. ગુજરાતમાં પવનની ગતિ સારી રહેશે. હવામાન વિભાગી આગાહી મુજબ ઉત્તર તરફથી પવન આવવાના શરૂ થશે. જેથી ઠંડીમાં હજુ પણ વધારો થશે. કચ્છના જે વિસ્તારો છે ત્યાં પવનની ગતિ વધશે. આગામી દિવસોમાં બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટશે જેના કારણે હાડથીજાવતી ઠંડીનો અનુભવ થશે. આગામી દિવસોમાં માવઠાની કોઇ શક્યતા નથી. પરંતુ પૂર્વગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારમાં થોડુ વાદળછાયું વાતાવરણ પણ રહેશે,. પવનની ગતિ સારી રહેવાથી પતંગ રસિકો માટે સારા સમાચાર છે.  આગામી ત્રણ દિવસ હાડથીજાવતી ઠંડીનું અનુમાન છે. ઉત્તરાણ દિવસ બાદ ગુજરાતમાં કેટલાક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ વધશે. તાપ ન નીકળતા અને ઉત્તરથી આવતા પવનની ગતિ વધતા ઠંડી વઘવાનું અનુમાન છે. ઉલ્લેખનિય છે કે, દક્ષિણ ગુજરાત પૂર્વ 15 તારીખ બાદ ગાઢ વાદળો જોવા મળશે. માવઠાની વાત કરીએ તો હાલ રાજ્યમાં વરસાદની કોઇ સિસ્ટમ સક્રિય નથી આવનાર દિવસોમાં પણ ગુજરાતમાં માવઠાની કોઇ શક્યતા નથી. જો કે આજે અને આવતી કાલે રાજસ્થાન, ઉત્તર ભારતમાં દિલ્લી યૂપીમાં વરસાદની શક્યતા છે.  તો ઉત્તર ભારતમાં હિમવર્ષાની સ્થિતિ યથાવત રહેશે.

ઉત્તર ભારતમાં વરસાદને કારણે ફરી એકવાર તાપમાનનો પારો ગગડ્યો છે. જેના કારણે મેદાની વિસ્તારોમાં ઠંડીમાં વધુ વધારો થયો છે . દિલ્હી-NCR સહિત મેદાની વિસ્તારોમાં વરસાદને કારણે ઠંડીમાં વધુ વધારો થયો છે. આગામી 5 દિવસમાં હવામાનમાં કોઈ ફેરફાર થશે નહીં. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને પૂર્વીય પવનોને કારણે હવામાનમાં પલટો આવ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 14 જાન્યુઆરીની રાતથી સક્રિય થશે. પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને ઉત્તરાખંડમાં 12 થી 16 જાન્યુઆરી વચ્ચે ધુમ્મસ છવાયેલી રહેશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશમાં 15 થી 17 જાન્યુઆરી સુધી વરસાદ અને હિમવર્ષા થઈ શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આજે દિલ્હીમાં વરસાદ પડી શકે છે.સવારે ધુમ્મસ અને મધ્યમ સ્તરનું ધુમ્મસ રહેવાની સંભાવના છે. મહત્તમ અને લઘુત્તમ તાપમાન અનુક્રમે 17 અને 11 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેશે. જમ્મુ-કાશ્મીરમાં કાતિલ ઠંડીના કારણે ધ્રુજારી વધી છે. ઘાટીના તમામ જિલ્લાઓમાં રાત્રિનું તાપમાન શૂન્ય ડિગ્રીથી નીચે છે.

Continues below advertisement