Gujarat Weather : ગુજરાતમાં આગામી 7 દિવસમાં હવામાન મિશ્ર રહેવાની શક્યતા છે. હવામાન વિભાગ (IMD) અને તાજેતરના રિપોર્ટ્સ અનુસાર, રાજ્યમાં અત્યારે કડકડતી ઠંડીનો વધુ એક રાઉન્ડ ચાલી રહ્યો છે જે આગામી થોડા દિવસો સુધી યથાવત રહેશે.
12 જાન્યુઆરી સુધી: ઉત્તર-પૂર્વ દિશામાંથી ફૂંકાતા ઠંડા પવનોને કારણે આગામી 12 જાન્યુઆરી સુધી રાજ્યમાં કાતિલ ઠંડીનો અનુભવ થશે. ખાસ કરીને કચ્છ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન સામાન્ય કરતા નીચું રહેશે. 14 જાન્યુઆરીથી ફેરફાર થઇ શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ, 12 જાન્યુઆરી બાદ પવનોની દિશા બદલાતા તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે, જેના કારણે ઠંડીમાં આંશિક રાહત મળવાની શક્યતા છે.આગામી બે-ત્રણ દિવસ હજુ પણ કડકડતી ઠંડી માટે તૈયાર રહેવું પડશે. ઉત્તરાયણ (14 જાન્યુઆરી) ની આસપાસ તાપમાનમાં થોડો વધારો થતા ઠંડીનું જોર ઘટશે, પરંતુ પવનોની ગતિ પતંગબાજો માટે સાનુકૂળ રહેવાની શક્યતા છે.
મુખ્ય શહેરોની સ્થિતિ વિશે વાત કરીએ તો હાલમાં રાજ્યના કેટલાક શહેરોમાં તાપમાન નોંધપાત્ર રીતે નીચું ગયું છે. નલિયા અને અમરેલી: અહીં પારો 8 થી 9 ડિગ્રીની આસપાસ રહેતા સૌથી વધુ ઠંડી અનુભવાઈ રહી છે.અમદાવાદ શહેરમાં લઘુત્તમ તાપમાન 11 થી 12 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. સૌરાષ્ટ્રમાં રાજકોટ અને જૂનાગઢ (ગિરનાર) માં પણ લઘુત્તમ તાપમાન સિંગલ ડિજિટ અથવા 10 ડિગ્રીની આસપાસ રહેવાની ધારણા છે.આગામી 7 દિવસ દરમિયાન સમગ્ર ગુજરાતમાં હવામાન સૂકું રહેશે. વરસાદની કોઈ જ શક્યતા નથી, પરંતુ આકાશ મુખ્યત્વે ચોખ્ખું રહેવાથી વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડીનું પ્રમાણ વધુ જણાશે
એક જ દિવસમાં પારો ત્રણથી ચાર ડિગ્રી ગગડતાં રાજ્યમાં ગાત્રો થીજવતી ઠંડી પડી રહી છે. સાત દિવસમાં બીજીવાર રાજકોટમાં સિઝનનું સૌથી ઓછું 9.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતા લોકો ઠુંઠવાયા હતા. હજુ પણ તાપમાનમાં ઘટાડો થવાની હવામાન વિભાગની આગાહી છે. રાજ્યમાં નલિયા સૌથી ઠંડુગાર રહ્યું, નલિયા,અમરેલી અને રાજકોટમાં પારો 10 ડિગ્રીથી પણ નીચે ગયો છે. મદાવાદમાં 11.7 ડિગ્રી, ગાંધીનગરમાં 10.8, વડોદરા તાપમાન નોધાયું જો કે દિવસ બાદ ઠંડી ઘટવાની શક્યતા છે.
દિલ્લી અને ઉત્તર ભારતમાં શીત લહેર યથાવત છે. 10 રાજ્યમાં હાડ થીજાવતી ઠંડીનું એલર્ટ જાહેર કરાયુ છે. અનેક રાજ્યમાં શાળાઓમાં રજા જાહેર કરાઇ છે. દિલ્લી, પંજાબ, હરિયાણા, રાજસ્થાનમાં શીત લહેરનું એલર્ટ અપાયું છે. 12 જાન્યુઆરીએ ઉત્તર પ્રદેશ ,રાજસ્થાન ,બિહાર સહિત કેટલાક રાજ્યમાં માવઠાની આગાહી પણ કરવામાં આવી છે.