Gujarat Rain Update:ચોમાસાએ 4 જૂનના રોજ કેરળમાં એન્ટ્રી કરી. 4 જૂનથી મોનસૂને સારી પકડી અને પૂરપાટ ઝડપે આગળ વધતાં તે કર્ણાટક, તમિલનાડુ, ગોવા પહોંચી ગયું, મહારાષ્ટ્રની આસપાસના વિસ્તાર સહિત પશ્ચિમ બંગાળને પણ ચોમાસાએ આવરી લીધો. હવે ઓડિશા, છત્તીસગઢ, બિહાર અને મહારાષ્ટ્રમાં 4-5 દિવસમાં ચોમાસુ પહોંચશે. મુંબઇમાં પણ એટલે કે 11 કે 12 તારીખ સુધીમાં ચોમાસુ પહોંચી શકે છે. સપ્તાહ બાદ ચોમાસુ ગુજરાતમાં એન્ટ્રી કરે છે. 
રાજ્યમાં હવામાનની શું છે સ્થિતિહવામાન વિભાગના મોડલ મુજબ ગુજરાતમાં 17 જૂન સુધી કોઇ ખાસ વરસાદના એંધાણ નથી.મોનસૂનનો વરસાદ રાજ્યમાં 20 જૂન બાદ પડે તેવી શક્યતા જોવાઇ રહી છે. જૂનના અંત સુધીમાં ચોમાસું સમગ્ર ગુજરાતને આવરી લે તેવો અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યો છે. 

આ પણ વાંચો: ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: આગામી 7 દિવસ આ વિસ્તારોમાં વરસાદની મોટી આગાહી!

Continues below advertisement

પશ્ચિમ બંગાળમાં સર્જાયેલી સિસ્ટમના કારણે પશ્ચિમ બંગાળ, તેંલગણા, આંધ્રપ્રદેશ, તમિલાનાડુ, કર્ણાટક, ગોવામાં વરસાદ વરસી રહ્યો છે. જો કે હવામાનના જુદા જુદા મોડલ મુજબ ચોમાસાની શરૂઆત નબળી છે. ગત વર્ષની સરખામણીમાં જે વરસાદ જૂનમાં પડવો જોઇએ તે હજુ જૂનન 10 દિવસ વીતિ ગયા તો પણ પડતો નથી.  ગુજરાત રાજયની વાત કરીએ તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને લઈ રાજ્યમાં 15 જૂન સુધી વરસાદની આગાહી છે  જો કે  આ વરસાદ હળવાથી મધ્યમ અને છૂટછવાયો હશે. દક્ષિણ, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં છુટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે  વરસાદ વરસી શકે છે. 12થી15 જૂન દરમિયાન અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં હળવાવરસાદની આગાહી કરવામાં આવી છે. 

17 રાજ્યોમાં ભારે પવન સાથે  વરસાદની ચેતવણી

Continues below advertisement

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ચોમાસુ ઝડપથી આગળ વધી રહ્યું છે, ત્યારે પશ્ચિમી વિક્ષેપ સક્રિય થઈ રહ્યો છે. આના કારણે 11 અને 12 જૂને ઉત્તરપશ્ચિમ ભારતમાં  ભારે પવન  અને વરસાદનો સમયગાળો શરૂ થઈ શકે છે. હવામાન વિભાગે દિલ્હી, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને ઉત્તરાખંડમાં ભારે પવનની શક્યતા વ્યક્ત કરી છે. પરિણામે, દેશભરના 17  રાજ્યોમાં  વરસાદની ચેતવણી જાહેર  કરવામાં આવી છે.