અમદાવાદ: ગુજરાતમાં અત્યારે કાળઝાળ ગરમી પડી રહી છે. તાપમાનનો પારો 42 ડિગ્રીને પાર પહોંચી રહ્યો છે. હાલ રાજ્યમાં ભારે ગરમીની સ્થિતિ  યથાવત છે. 17 થી 21 મે દરમિયાન તાપમાનમાં ખાસ ફેરફાર નહીં થાય અને ગરમીનો પ્રકોપ યથાવત રહી શકે છે. પરંતુ રાહતના સમાચાર એ છે કે, 21 મે બાદ રાજ્યના તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સુધી ઘટાડો થઈ શકે છે.  આગામી દિવસોમાં ગુજરાતમાં એક તરફ ગરમીનો માર રહેશે તો બીજી તરફ પ્રિમોનસૂન એક્ટિવિટી પણ શરૂ થવાના સંકેતો મળી રહ્યા છે.હવામાન વિભાગ સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે.

Continues below advertisement

આગામી 15 જૂનથી ચોમાસાની એન્ટ્રી થવાની સંભવાના

Continues below advertisement

કાળઝાળ ગરમી  વચ્ચે એક રાહતની સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં આગામી 15 જૂનથી ચોમાસાની એન્ટ્રી થવાની સંભવાના છે. હવામાન વિભાગના અનુમાન પ્રમાણે, આંદામનમાં ચોમાસું 16 મેએ બેસશે, એટલે કે આ વર્ષે ચોમાસુ વહેલુ બેસવાનું પૂર્વાનુમાન છે. 

રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર, અમદાવાદ સહિતના શહેરમાં તાપમાનનો પારો 42 ડિગ્રીને પાર પહોંચ્યો છે. સૌરાષ્ટ્રના અનેક શહેરોમાં તાપમાન સતત વધી રહ્યું છે. લોકો ગરમીથી પરેશાન થઈ રહ્યા છે. 

પશ્ચિમ અને ઉત્તર-પશ્ચિમ દિશામાંથી પવન ફૂંકાતા રાજ્યનું વાતાવરણ સૂકું રહેશે. સૌરાષ્ટ્રમાં કાળઝાળ ગરમીની આગાહી કરવામાં આવી છે. રાજ્યના હવામાન વિભાગે  કચ્છ, ભાવનગર, ગીર સોમનાથ, દીવ અને દેવભૂમિ દ્વારકામાં યલો ઍલર્ટ આપ્યું  છે. કાળઝાળ ગરમીથી બચવા અને કામ વગર ઘરની બહાર ન નિકળવા  સૂચના આપવામાં આવી છે.

અમદાવાદમાં મહત્તમ તાપમાન 42 ડીગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી 48 કલાક બાદ વાતાવરણમાં ફરી ફેરફાર થશે અને તાપમાનમાં 2થી 3 ડીગ્રીનો ઘટાડો નોંધાશે. આ ફેરફારને કારણે બે દિવસ બાદ લોકોને કાળઝાળ ગરમીથી રાહત મળશે.

હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 3 દિવસ સુધી સમગ્ર ગુજરાત, દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં વાતાવરણ સૂકું જ રહેવાની શક્યતા છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં તાપમાન 41°C થી 44°C ની વચ્ચે રહી શકે છે.

આ પણ વાંચો- Weather Update: રાજ્યમાં ગરમી વધશે કે પ્રિમોનસૂન એક્ટિવિટી થશે શરૂ? જાણો વેઘર અપડેટ્સ

ચોમાસું સામાન્ય સમય કરતાં વહેલું આવી શકે

દેશમાં આ વર્ષે ચોમાસું સામાન્ય સમય કરતાં 4 થી 6 દિવસ વહેલું આવી શકે છે. સામાન્ય રીતે ચોમાસું 1 જૂન સુધી કેરળ પહોંચે છે પરંતુ આ વખતે તે 25 થી 27 મે વચ્ચે કેરળ પહોંચવાની શક્યતા છે. હવામાન વિભાગ મુજબ શ્રીલંકાના દરિયાકાંઠા નજીક બનેલું લો પ્રેશર વિસ્તાર હવે ઉત્તર તરફ આગળ વધીને દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી સુધી પહોંચી ગયું છે.