રાજકોટઃ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ  દ્વારા લેવાયેલી પોલીસ સબ ઈન્સ્પેક્ટર (PSI)ની પરીક્ષામાં શારીરિક કસોટીનું પરીણામ જાહેર થયું એ સાથે જ ઉમેદવારોને પાસ કરાવી આપવાના નામે ખંખેરવાનું કૌભાંડ બહાર આવ્યું છે.


ગુજરાત પોલીસ ભરતી બોર્ડ  દ્વારા લેવાયેલી પોલીસ સબ ઈન્સ્પેક્ટર (PSI) અને લોક રક્ષક દળ (LRD)ની  પરીક્ષામાં પાસ કરાવી દેવાના નામે લાખો રૂપીયાનું કૌભાંડ આચરનારી જુનાગઢની ક્રિષ્નાબેન ભરડવા અને જામનગરના જેનીશ પરસાણાની ગાંધીગ્રામ ધરપકડ કરી છે.


પ્રાથમિક તપાસમાં ત્રણ યુવતી સહિત 12 ઉમેદવારો પાસેથી પોલીસ ભરતીના નામે રૂપિયા ખંખેર્યા હતા એવું બહાર આવ્યું છે. આ કૌભાંડ આચારનારાં બંટી અને બબલી ક્રિષ્ના અને જેનિશે કેટલાં લોકોને ચૂનો લગાવ્યો તેની તપાસ થઈ રહી છે.


પોલીસ પાસેથી નળેલી માહિતી પ્રમાણે ક્રિષ્ના ભરડવા કેન્યાની સિટીઝનશિપ ધરાવે છે અને મૂળ જૂનાગઢની વતની છે. ક્રિષ્નાના છુટાછેડા પણ થયેલા છે. બે વર્ષથી ક્રિષ્ના ભારત આવી છે. લોકડાઊન સમયે ક્રિષ્ના ભારત આવી હતી.


ક્રિષ્ના ભારત આવી પછી જેનિશ સાથે તેના સંબંધ બંધાયા હતા. આરોપી જેનીશ જામનગર નો વતની


છે.  પાંચ છ મહિનાથી બને આરોપીઓ સંપર્કમાં આવ્યા હતા. બંને આરોપીઓ ઇન્સ્ટાગ્રામથી સંપર્કમાં આવ્યાં હતાં. ક્રિષ્ના અને જેનિશ બંને આરોપીઓ એકબીજાના પ્રેમમાં છે. આગામી સમયમાં બંને સગાઈ પણ કરવાનાં હતાં.


ક્રિષ્ના અને જેનિશે સૌરાષ્ટ્રભરના પરીક્ષાર્થીઓને પોતાની તરફ ખેંચ્યા હતા. આરોપીઓએ પોતાને પોલીસ ખાતામાં મોટી ઓળખાણ હોવાનું જણાવ્યું હતું. પોલીસની રનીંગ તેમજ લેખિત પરીક્ષા આપ્યા વગર સીધો જોઇનિંગ લેટર મળી જશે તેવું જણાવ્યું હતુ. તેમણે 10 ઉમેદવારો પાસેથી એક લાખ દસ હજાર જ્યારે બે ઉમેદવારો પાસેથી ચાર-ચાર લાખ રૂપિયા પડાવ્યા હતા. ક્રિષ્ના અને જેનિશને પૈસા આપ્યા બાદ અરજદારો ફીઝીક્લ ટેસ્ટમાં ગયા નહોતા. આરોપીઓને કોલ લેટર આપીને ઉમેદવારો બેસી ગયા હતા અને  ફીઝીક્લ ટેસ્ટ માં હાજરી આપવા નહોતા ગયા.