અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની 8 બેઠકોની પેટાચૂંટણી જાહેર થતાં કોંગ્રેસમાં ઉમેદવારો પસંદ કરવાનો ધમધમાટ શરૂ થયો છે. પ્રદેશ પ્રભારી રાજીવ સાતવની ઉપસ્થિતીમાં પ્રદેશ કોંગ્રેસ સમિતીએ મંગળવારે દિવસભર બેઠકો યોજી હતી. બુધવારે પણ આ બેઠકો ચાલુ રહી હતી અને બેઠક દીઠ વર્તમાન રાજકીય-સામાજીક સિૃથતીનો અંદાજ મેળવાયો હતો.
આ બે દિવસની ક્વાયત પછી આઠેય બેઠકોના ઉમેદવારોના નામોની પેનલ બનાવી હાઇકમાન્ડને મોકલી આપવામાં આવશે. કોંગ્રેસનાં સૂત્રોના મતે, કોંગ્રેસે પહેલા તબક્કામાં સૌરાષ્ટ્ર-કચ્છની પાંચ બેઠકો માટે ત્રણ-ત્રણ ઉમેદવારોની પેનલ નક્કી કરી છે.
આ પૈકી સૌરાષ્ટ્રની ધારી બેઠક માટે સુરેશ કોટડિયા, પ્રદિપ બગરિયા અને જેનીબેન ઠુંમરનાં નામ નક્કી કરાયાં છે જ્યારે મોરબી બેઠક માટે જયંતિભાઇ જયરાજ ચિખલિયા, કિશોર ચિખલિયા, મનોજ પનારાનાં નામ નક્કી કરાયાં છે. લિંબડી બેઠક માટે કલ્પનાબેન ધોલિયા ,ચેતન ખાચર , ભગીરથ રાણા જ્યારે ગઢડા : મોહનભાઇ સોલંકી, મુકેશ શ્રીમાળી, જગદીશ ચાવડા જ્યારે અબડાસા બેઠક માટે વિસનજી પાંચાણી, નવલસિંહ જાડેજા, પી.સી. ગઢવી, રમેશ પટેલના નામની પેનલ બનાવી છે.
આ પેનલનાં નામ કોંગ્રેસ હાઈકમાન્ડને મોકલવામાં આવશે અને દિલ્હીથી ટૂંક સમયમાં તેની જાહેરાત કરાશે.
સૌરાષ્ટ્ર-કચ્છની 5 વિધાનસભા બેઠકો માટે કોંગ્રેસે ક્યા દાવેદારોનાં નામ કર્યાં નક્કી ? જાણો મોટા સમાચાર
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
30 Sep 2020 11:02 AM (IST)
ગુજરાત વિધાનસભાની 8 બેઠકોની પેટાચૂંટણી જાહેર થતાં કોંગ્રેસમાં ઉમેદવારો પસંદ કરવાનો ધમધમાટ શરૂ થયો છે. પ્રદેશ પ્રભારી રાજીવ સાતવની ઉપસ્થિતીમાં પ્રદેશ કોંગ્રેસ સમિતીએ મંગળવારે દિવસભર બેઠકો યોજી
- - - - - - - - - Advertisement - - - - - - - - -