છેલ્લા એક મહિનામાં જ કોરોનાના 42 હજાર 22 કેસ નોંધાયા છે. જ્યારે છેલ્લા એક મહિનામાં 453 દર્દીઓના મોત થયા છે. રાજ્યમાં કોરોનાના કુલ કેસના 68 ટકા કેસ અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને જામનગરમાં નોંધાયા છે. જ્યારે રાજ્યમાં સૌથી વધુ પાંચ ટકાનો મૃત્યુદર અમદાવાદમાં છે.
જ્યારે ડાંગ અને નર્મદા એવા જિલ્લાઓ છે જ્યાં એકપણ મૃત્યુ નોંધાયા નથી. તો 33 જિલ્લામાંથી 24 જિલ્લાઓમાં કોરોનાના કુલ કેસનો આંક એક હજારને પાર પહોંચ્યો છે. સૌથી ઓછા કેસ ડાંગમાં માત્ર 102 સામે આવ્યા છે. તો એક્ટિવ કેસમાં અમદાવાદ મોખરે છે.
અમદાવાદમાં 4000થી વધુ એક્ટિવ કેસ છે. જ્યારે સુરતમાં 2 હજાર 623 અને વડોદરામાં એક હજાર 808 એક્ટિવ કેસ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 1 લાખ 15 હજાર 859 દર્દીઓ સાજા થયા છે. રાજ્યનો દર્દીઓ સાજા થવાનો દર 85.19 ટકા થયો છે.