ગાંધીનગર: હાલ ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે ગુજરાતના ઘણા વિસ્તારોમાં વેપારીઓ સ્વયંભૂ દુકાનો બંધ રાખી રહ્યા છે. શહેર અને ગામડાઓના વેપારીઓએ બપોર પછી સ્વયંભૂ લોકડાઉન રાખવાનો નિર્ણય લીધો છે.

કોરોના વાયરસને અટકાવવા માટે અનેક નગરો અને ગામડાઓમાં વેપારીઓ એક્શનમાં જોવા મળી રહ્યા છે. અનેક શહેરોમાં વેપારીઓએ દુકાન ખોલવાનો અને બંધ કરવાનો સમય નક્કી કર્યો છે. જેમાં ચિલોડા, દહેગામ, ડભોઈ, લુણાવાડા રાજપીપળા, છોટા ઉદેપુર, ધ્રાંગધ્રાં, પાલનપુરમાં બપોર બાદ સ્વયંભૂ લોકડાઉનો વેપારીઓએ નિર્ણય લીધો છે.

ગુજરાતમાં કોરોનાને રોકવા તમામ પ્રકારના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે જ્યારે ચિલોડા, દહેગામ, ડભોઈ, લુણાવાડા રાજપીપળા, છોટા ઉદેપુર, ધ્રાંગધ્રાં, પાલનપુરમાં બપોર બાદ સ્વયંભૂ લોકડાઉનો વેપારીઓએ નિર્ણય લીધો છે. આ તમામ શહેરો અને ગામડાઓમાં બપોર પછી બંધ રહેશે.

ચિલોડા, દહેગામ, ડભોઈ, લુણાવાડા રાજપીપળા, છોટા ઉદેપુર, ધ્રાંગધ્રાં, પાલનપુરમાં બપોર બાદ સ્વયંભૂ લોકડાઉનો વેપારીઓએ આ સ્વૈચ્છિક નિર્યણ કર્યો છે.

રાજકોટમાં પણ કોરોનાના વધતા સંક્રમણને જોતાં આજથી સોની બજાર સંપૂર્ણપણે બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. ગોલ્ડ ડિલર એસોસિએશનના પ્રમુખ ભાયાભાઈ સાહોલિયાએ જાહેરાત કરતા કહ્યું કે, આજથી લઈને એક ઓગસ્ટ સુધી રાજકોટની સોની બજાર બંધ રાખવામાં આવશે.