ગાંધીનગર: રાજ્યમાં બેરોજગારીની સમસ્યા નહીં હોવાના અને સરકારી નોકરી પણ યોગ્ય પ્રમાણમાં ભરતી થતા હોવાના દાવા વચ્ચે બેરોજગારોને આપવામાં આવેલ સરકારી નોકરીના આંકડાઓ સામે આવ્યા. જેમાં રાજ્યમાં 3 લાખ 92 હજાર 418 શિક્ષિત બેરોજગાર અને 20 હજાર 566 અર્ધશિક્ષિત બેરોજગાર મળીને કુલ ૪ લાખ ૧૨ હજાર ૯૮૫ બેરોજગારો નોંધાયેલા છે. જેમાંથી બે વર્ષમાં માત્ર ૧ હજાર ૭૭૭ બેરોજગારોને જ સરકારી નોકરી આપવામાં આવી છે.
છેલ્લા બે વર્ષમાં મહીસાગર, ખેડા, મોરબી, નર્મદા, નવસારી, ભરૂચ, જુનાગઢ, અમદાવાદ, સુરત, વડોદરા, કચ્છ, દાહોદ, વલસાડ, તાપી, ડાંગ એમ ૧૫ જિલ્લામાં એકપણ સરકારી નોકરી આપવામાં આવી નથી.


શિક્ષિત બેરોજગારોની સંખ્યા અમદાવાદ જિલ્લામાં સૌથી વધુ ૩૦ હજાર ૧૯૨ છે. આ સાથે અમદાવાદમાં ૩ હજાર ૮૭૧ અર્ધ શિક્ષિત બેરોજગારો છે.. જેમાં છેલ્લા બે વર્ષમાં અમદાવાદમાંથી ૯૦ હજાર ૭૪૯ને ખાનગી રોજગારી પૂરી પાડવામાં આવી . પરંતુ એકપણને સરકારી રોજગારી આપવામાં આવી નથી. છેલ્લા બે વર્ષમાં ભાવનગરમાંથી સૌથી વધુ ૨૭૬, મહેસાણામાંથી ૨૪૮, બનાસકાંઠામાંથી ૧૮૦, ગીર સોમનાથમાંથી ૧૭૩ને સરકારી રોજગારી આપવામાં આવી.