ગાંધીનગર: રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત ઘટી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 451 નવા કેસ સામે આવ્યા હતા. જ્યારે કોરોના સંક્રમણના કારણે વધુ 2 લોકોના મૃત્યુ સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 4374 પર પહોંચ્યો છે.
આ જિલ્લામાં નોંધાયા સૌથી ઓછા કેસ
રાજ્યમાં આજે અરવલ્લી, ડાંદ, જામનગર, નર્મદા અને પાટણ જિલ્લામાં કોરોનાના એકપણ કેસ નોંધાયા ન હતા. વલસાડ, તાપી અને સુરેન્દ્રનગરમાં 1-1 કેસ નોંધાયા હતા.
આજે કેટલા દર્દી થયા સાજા
રાજ્યમાં આજે કુલ 700 દર્દી સાજા થયા હતા. રાજ્યમાં સાજા થવાનો દર 96.25 ટકા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 2,48,650 લોકોએ કોરોનાને મ્હાત આપી છે.