વડોદરા શહેર જ નહી ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. વડોદરા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ હવે તો ઓક્સિજનની પણ અછત, દર્દીઓને બેડ અને રેમડેસિવીર ઈંજેક્શન નથી મળી રહ્યા ત્યારે વડોદરાના સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઈનામદાર લોકડાઉનની માગ કરી છે. સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને પત્ર લખ્યો છે. પત્રમાં ઉલ્લેખ કર્યો કે કોરોનાની મહામારી ધીમે ધઈમે પગપેસારો કરી દીધો છે. હાલમાં કોરોના સંક્રમણનો ખતરો વધ્યો છે. જેથી કરીને લોકડાઉન અથવા તેને અનુરૂપ કોઈ નિર્ણય લેવો ખુબ જ જરૂરી છે. જેથી આ મહામારીની ચેઈનને તોડી શકાય. તો સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારીની જેમ જ ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાએ પણ કોરોના સંક્રમણની ચેઈનને તોડવા માટે લોકડાઉન લગાવવાની માગ કરી. શૈલેષ મહેતાએ સ્પષ્ટ જણાવ્યું કે વડોદરાની સ્થિતિ વણસી રહી  છે. વડોદરા જિલ્લામાં ઓક્સિજનનો જથ્થો વધારવામાં આવે અને સાથે સાથે કોરોનાના સંક્રમણની ચેઈનને તોડવા માટે જરૂર પડે તો વડોદરા જ નહી પરંતુ સમગ્ર રાજ્યમાં લોકડાઉન લગાવવુ જોઈએ.


કેતન ઇનામદારે પત્રમાં લખ્યું છે કે, હાલ વી.એમ.સી. ઘ્વારા જણાવવામાં આવેલ છે. કે જે ઓકિસજનનો જથ્થો શહેર તથા ગ્રામ્યની હોસ્પિટલોને આપવામાં આવતો હતો. તે હોસ્પિટલોને કેટેગરીમાં વહેંચી શહેરની અમુક હોસ્પિટલો તથા ગ્રામ્ય વિસ્તારની હોસ્પિટલોને જથ્થો આપવાનો બંધ કરેલ છે. તથા હોસ્પિટલોમાં બેડ પણ ઓછા કરવાની ચર્ચાઓ ચાલી રહી છે. તો સરકાર તથા સેવાભાવી સંસ્થાઓ ધ્વારા સાવલી/ડેસર ખાતે ઓકિસજન બેડ તૈયાર કરેલ છે. તથા બીજી તૈયારી હાલ ચાલું છે તેનું શું? અને પહેલાથી જ ઓકિસજન ગ્રામ્ય વિસ્તારમાં ઓછો આપવામાં આવતો હતો. જો જથ્થો બંધ થશે તો દર્દીઓનું શું? આ બાબતે મારો સખત વિરોધ નોધાવું છું.


સાવલી ભાજપના ધારાસભ્ય કેતન ઈનામદારે લોકડાઉનની માંગ કરી છે. કેતન ઈનામદારે પત્રમાં લખ્યું છે કે ગ્રામ્ય સ્તરે કોરોના સંક્રમણનો ધીરેધીરે પગપેસારો થઈ રહ્યો છે અને ગયા વર્ષે કોરોનાના કારણે જે સામાજિક પ્રસંગો થઈ શક્યા ન હતા. તે પ્રસંગો હાલના ખુબ જ વધી રહ્યા છે અને લોકોની અવર જવર પણ ખુબ જ વધી રહી છે. જેના કારણે સંક્રમણનો ભય રહે છે. જેથી લોકડાઉન અથવા તેને અનુરૂપ કોઈ નિર્ણય લેવો જરૂરી છે.  જેથી કોરોના મહામારીની ચેઈન તોડી શકાય. સાથે જ ઓક્સિજનનો પૂરતો જથ્થો મળે તેવી માંગ કરી છે.