રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. હોસ્પિટલો બહાર એમ્બ્યુલન્સોની લાઈનો લાગી રહી છે. ત્યારે જ એક સકારાત્મક સમાચાર સામે આવ્યા છે. કોરોનાના વધતા કેસો વચ્ચે ડિસ્ચાર્જ દર્દીની સંખ્યામાં પણ સતત વધારો થઈ રહ્યો છે. ગઈકાલે સૌથી વધુ ડિસ્ચાર્જ દર્દીઓ અમદાવાદ શહેરમાં નોંધાયા છે. અમદાવાદ શહેરમાં 1760 દર્દીઓ કોરોનાથી સ્વસ્થ થયા તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. તો સુરત શહેરમાં ગઈકાલે એક જ દિવસમાં 1369 દર્દીઓએ કોરોનાને માત આપી છે. રાજકોટ શહેરમાં 719, વડોદરા શહેરમાં 445, જામનગર શહેરમાં 150, ભાવનગર શહેરમાં 102, જૂનાગઢ શહેરમાં 105 અને ગાંધીનગર શહેરમાં 125 દર્દીઓ કોરોનામુક્ત થયા છે. રાજ્યમાં કોરોનાથી સ્વસ્થ થતા દર્દીની સંખ્યા વધતા રિકવરી રેટ 74.93 ટકા થઈ ગયો છે.


નોંધનીય છે કે, ગઈકાલે રાજ્યમાં પ્રથમ વખત 14340 નવા કેસ નોંધાયા છે. જ્યારે વધુ 158 લોકોનાં મૃત્યુ થયા છે.  તેની સાથે કોરોના(Coronavirus)થી કુલ મૃત્યુઆંક 6486  પર પહોંચી ગયો છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 74.93 ટકા છે.


રાજ્યમાં ગઈકાલે 7727 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 3,82,426 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 1 લાખ 20 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 1,21,461  પર પહોંચ્યો છે. જેમાંથી 412 લોકો વેન્ટિલેટર પર અને 1,21,049 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 74.93 ટકા છે.


કોરોનાથી ક્યાં કેટલા મોત થયા ?


ગઈકાલે અમદાવાદ કોર્પોરેશનમાં 26, સુરત  કોર્પોરેશનમાં 23,  રાજકોટ કોર્પોરેશન-10, મહેસાણા 4, વડોદરા કોર્પોરેશન-10,  સુરત-2, જામનગર કોર્પોરેશન 7, ભાવનગર કોર્પોરેશન-2,   બનાસકાંઠા-4, જામનગર-7, દાહોદ 1, કચ્છ 9, પાટણ 4,  સુરેન્દ્રનગર 5, ગાંધીનગર કોર્પોરેશન 1, વડોદરા 6, પંચમહાલ 1, ભાવનગર 2, સાબરકાંઠા 5, અમરેલી 2, મહીસાગર 2, ગાંધીનગર 1, ખેડા 1, જૂનાગઢ કોર્પોરેશન 3, ભરુચ 2, જૂનાગઢ 2, વલસાડ 2, આણંદ 1, અરવલ્લી 2, મોરબી 3, અમદાવાદ 1, છોટા ઉદેપુર 1,   દેવભૂમિ દ્વારકામાં 1, રાજકોટ 4 અને  બોટાદમાં 1 મોત થયું છે.


ક્યાં કેટલા કેસ નોંધાયા  ?


અમદાવાદ કોર્પોરેશનમાં 5619,  સુરત કોર્પોરેશનમાં 1472, રાજકોટ કોર્પોરેશન 546, મહેસાણા 531, વડોદરા કોર્પોરેશન-528, સુરત 404,  જામનગર કોર્પોરેશન-383, ભાવનગર કોર્પોરેશન  361,  બનાસકાંઠા 297, જામનગર-285,  દાહોદ 250,   કચ્છ 232, પાટણ 230,  સુરેન્દ્રનગર 199, ગાંધીનગર કોર્પોરેશન 188, વડોદરા 178, પંચમહાલ 176,   ભાવનગર 175, સાબરકાંઠા 161, અમરેલી 158, મહીસાગર 157, તાપ 156, ગાંધીનગર 155, ખેડા 149,   જૂનાગઢ કોર્પોરેશન 137, ભરુચ 135,  નવસારી 125,  જૂનાગઢ 122, ગીર સોમનાથ 121, વલસાડ 118, આણંદ 92, અરવલ્લી 77, મોરબી 66, અમદાવાદ 60, છોડા ઉદેપુર 58,   દેવભૂમિ દ્વારકા 52, રાજકોટ 52, પોરબંદર 51, નર્મદા 35, ડાંગ 28 અને બોટાદ 21 કેસ નોંધાયા હતા. 


કેટલા લોકોએ લીધી રસી


વેક્સિનેસન (vaccinations) કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 94,35,424 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 20,19,205 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.  આમ કુલ- 1,14,54,629 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે. રાજ્યમાં કોરોનાના 14340 નવા દર્દીઓ નોંધાયા છે જ્યારે 7,727 લોકો સ્વસ્થ થયા છે.