નવસારીઃ ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ ફરી એક વાર દારૂબંધી હટાવી લેવાની તરફેણ કરી છે. શુક્રવારે નવસારી જિલ્લાની મુલાકાતે આવ્યા આવેલા વાઘેલાએ પત્રકાર પરિષદમાં કહ્યું કે, ગુજરાતમાં દર એક કિલો મીટરે દારૂ મળે છે. ગાંધી, સરદારના નામે બહુ થયું અને હવે દારૂબંધી હટાવવીએ સમય ની માંગ છે. રાજ્ય સરકારે લોકોને શાંતિથી ઘરે બેસીને દારૂ પાવી દેવો જોઈએ.
વાઘેલાએ કહ્યું કે, નવસારીઓ અને ગુણવત્તા વિહીન દારૂ પીવાથી અનેક પરિવારના મોભીના મોત થયે છે ત્યારે દારૂબંધી હચાવી લેવી જરૂરી છે. વાઘેલાએ સરકાર લોકોની વાત નહીં માને તો તેની સાન ઠેકાણે લાવવા માટે નવી સરકારને તક આપવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું કે, દમણ સેલવાસ અને દીવ ન જઈને ગુજરાતમાં પોતાના ઘરે શાંતિથી બેસીને દારૂ પીવાય તેવું વાતાવરણ બને તે જરૂરી છે. આ પહેલાં પણ વાઘેલાએ ગુજરાતમાંથી દારૂબંધી હટાવી લેવાની માગણી કરી હતી.
વાઘેલાએ રાજ્યમાં દારૂબંધી અંગે બોલતાં જણાવ્યું હતું કે, ગાંધી અને સરદારના નામે હવે બહુ થયું. ગુજરાતમાંથી દારૂબંધી હટાવી દેવી જોઇએ. ગુજરાતમાં કરોડોનો દારૂ પીવાતો અને પકડાતો હોય ત્યારે ખામીયુક્ત દારૂબંધીનો કાયદો સરકાર માટે ભ્રષ્ટાચારનો રસ્તો બની ગયો છે. રાજ્યમાં કેમિકલયુક્ત નવસારીયો દારૂ પીવાથી લોકોનાં મોત થાય છે. ઘણા યુવાનો દારૂ પીવા માટે દમણ, સેલવાસ, આબુ સહિતના અન્ય સ્થળોએ જાય છે. તેના બદલે અહીંયાં જ આરામથી પીવા મળે એવી સ્થિતી સર્જવી જોઈએ.
વાઘેલાએ આગામી વિધાનસભાની આઠ બેઠકોની પેટાચૂંટણી અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ અંગે જણાવ્યું હતું કે તેમનો પ્રજાશક્તિ મોરચો તમામ ચૂંટણી લડશે અને મતદારો માટે ત્રીજો વિકલ્પ બનીને ઉભરી આવશે. તેમણે અન્ય રાજકીય પક્ષોથી ત્રસ્ત બનેલા આગેવાનો, ઉમેદવારોને પોતાના મોરચા સાથે જોડાવા આહ્વાન કર્યું હતું.
ગુજરાતમાં લોકો શાંતિથી ઘરે બેસીને દારૂ પીવે એવું કરો’, ગુજરાતના ક્યા ટોચના નેતાએ સરકારને કરી વિનંતી ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
12 Sep 2020 10:41 AM (IST)
નવસારીઓ અને ગુણવત્તા વિહીન દારૂ પીવાથી અનેક પરિવારના મોભીના મોત થયે છે ત્યારે દારૂબંધી હચાવી લેવી જરૂરી છે. વાઘેલાએ સરકાર લોકોની વાત નહીં માને તો તેની સાન ઠેકાણે લાવવા માટે નવી સરકારને તક આપવાની અપીલ કરી
- - - - - - - - - Advertisement - - - - - - - - -