મહેસાણા: સોમવારે મોડીરાત્રે મહેસાણામાં ગુજરાતી સિંગર કાજલ મહેરિયા પર હુમલો થયો હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. મીડિયા રિપોર્ટ મુજબ કાજલ મહેરિયા મોઢેરા ખાતે ઈવેન્ટ ઓર્ગેનાઇઝર બાબખાનના ઘરે ખબર પૂછવા માટે ગઈ હતી. આ દરમિયાન બાબાખાનના વિરોધીઓએ કાજલ મહેરિયા પર હુમલો કર્યો હતો. ‘મળ્યા માના આશીર્વાદ’ ફેમ સિંગર કાજલ મહેરિયા પર આંતરિક ઝઘડામાં લાફો ઝીંકાયો હતો.


કોણ છે કાજલ મહેરિયા?

મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના ગોઠવા ગામમાં 21 નવેમ્બર 1992ના રોજ કાજલ મહેરિયાનો જન્મ થયો હતો. તેમના પિતાનું નામ નગીનભાઈ છે તેઓ એક ખેડૂત છે. કાજલ મહેરિયા નવા સોંગ હોય લોકગીત ભજન હોય કે લગ્ન ગીતો હોય કે પછી હોય રાસ ગરબા અને ગીતો ગાવામાં ચાર ચાંદ લગાવી દે છે. કાજલ સોશિયલ મીડિયામાં પણ બહુ જ એક્ટિવ રહે છે.

સિંગર કાજલ મહેરિયા ગુજરાતની મહિલા સિંગરમાં જાણીતું નામ છે. કાજલના અનેક ગીતોએ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી છે જ્યારે કાજલ મહેરિયાના ‘મળ્યાં માના આશીર્વાદ’ સોંગે ગુજરાતમાં ધૂમ મચાવી હતી. જે સમયે કાજલે આ સોંગ ગાયું ત્યાર બાદા કાજલ ગુજરાતમાં ફેમસ થઈ ગઈ હતી. હાલ પણ ઉત્તર ગુજરાત સહિત ગુજરાતમાં પોતાની આગવી ઓળખ ધરાવે છે.

ઉલ્લેખનીય છે કે, મૂળ વિસનગરની કાજલ મહેરિયાનો જન્મ એક ખેડૂત પરિવારમાં થયો છે. કાજલ મહેરિયાના અનેક ગીતો ફેમસ થયા છે. જેમાં નવા ગીતો, લોકગીતો, ભજન, લગ્ન ગીતો, રાસ ગરબા વગેરે સામેલ છે. આ ઉપરાંત તે સોશિયલ મીડિયા પર પણ બહુ જ એક્ટિવ રહે છે. સોશિયલ મીડિયા પર તેના અનેક ફોલોવર્સ છે. ટિકટોક પર પણ કાજલ મહેરીયાના મોટી સંખ્યામાં ફોલોવર્સ હતા.