ગુજરાતમાં બનેલી ઉડતી કાર વિદેશમાં થશે એક્સપોર્ટ? જાણો શું છે ખાસિયત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 10 Mar 2020 10:25 AM (IST)
યુરોપ, યુએસમાંથી 110 કારના ઓર્ડર પણ મળી ગયા છે. કારની ખાસિયત એ છે કે, તે ૩ મીનિટમાં હવામાં ઊડતી કારની ગતિ પકડી લેશે.
ગાંધીનગર: આવતા વર્ષે ગુજરાતમાં બનેલી ઊડતી કાર યુએસ-યુરોપમાં એક્સપોર્ટ થાય તેવી સંભાવના છે. ઊડતી કાર બનાવતી ડચ કંપની પાલ-વી મોટર્સે ગુજરાત સરકાર સાથે એમઓયુ સાઈન કર્યાં છે. કંપની અંદાજે 20 હજાર કરોડનું રોકાણ આ પ્લાન્ટ માટે સાણંદ અથવા વિઠલાપુરથી હાંસલપુર વચ્ચે કરશે. નાના પ્લેનમાં હોય તેવાં રોટેક્સ એન્જિનનો ઉપયોગ આ કારમાં કરવામાં આવશે. કંપનીના વાઈસ પ્રેસિડેન્ટે કહ્યું હતું કે, યુરોપ, યુએસમાંથી 110 કારના ઓર્ડર પણ મળી ગયા છે. કારની ખાસિયત એ છે કે, તે ૩ મીનિટમાં હવામાં ઊડતી કારની ગતિ પકડી લેશે. એકવાર ટેન્ક ફુલ કરાયા બાદ તે 500 કિમીનું અંતર કાપી શકશે.