તેમણે સ્પષ્ટતા કરી કે, ધાર્મિક માન્યતાને ધ્યાનમાં રાખી ગરબાનું સોસાયટી કે ગામમાં આયોજન કરવા બાબતે હાલ કોઈ નિર્ણય નથી લેવાયો અને કેન્દ્રની છૂટછાટ ના આધારે આગામી દિવસોમાં નિર્ણય લેવાશે. તેમણે કહ્યું કે,મુખ્યમંત્રીએ રાજય સરકારનો નવરાત્રિ મહોત્સવ નહીં યોજવાનો નિર્ણય લીધો છે. આ ઉપરાંત ઘણા ગરબા આયોજકોએ જાહેરાત કરી દીધી છે કે, ગરબા આયોજન નહીં કરે. ડોક્ટરોએ સરકારને સૂચનો કર્યા છે તેમાં મોટા પાયે ગરબા ન કરવા કહ્યુ છે. આ સંજોગોમાં ગરબાના આયોજન અંગેની શક્યતા નથી.
ગુજરાતમાં સોસાયટી-શેરીમાં ગરબાના આયોજને મંજૂરી મળશે ? ગ્રામીણ વિસ્તારમાં ગરબા કરવા થવા દેવાશે ? નીતિન પટેલે શું કહ્યું ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
30 Sep 2020 02:21 PM (IST)
ધાર્મિક માન્યતાને ધ્યાનમાં રાખી ગરબાનું સોસાયટી કે ગામમાં આયોજન કરવા બાબતે હાલ કોઈ નિર્ણય નથી લેવાયો.
NEXT
PREV
ગાંધીનગરઃ નવરાત્રિ નજીક આવતી જાય છે ત્યારે ગુજરાતમાં ગરબાના આયોજનને મંજૂરી મળશે કે નહીં એ અંગે લોકોમાં ભારે ઉત્સુકતા છે. આ માહોલમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું છે કે, રાજ્યમાં મોટા ગરબા આયોજનની મંજૂરી મળે તેવી શક્યતા હાલમા નથી. તેમણે ઉમેર્યું કે, ગ્રામીણ કક્ષાએ કે પછી શહેરોમાં શેરીગરબા સંદર્ભે કેવી રીતે પરમિશન આપી મંજૂરી આપવી તે મુદ્દે હાલ સુધી કોઈ નિર્ણય કર્યો નથી. તેમણે એ પણ સ્પષ્ટતા કરી કે, ખાનગી સોસાયટીમાં ગરબાને મંજૂરીની પણ શકયતા જણાતી નથી.
તેમણે સ્પષ્ટતા કરી કે, ધાર્મિક માન્યતાને ધ્યાનમાં રાખી ગરબાનું સોસાયટી કે ગામમાં આયોજન કરવા બાબતે હાલ કોઈ નિર્ણય નથી લેવાયો અને કેન્દ્રની છૂટછાટ ના આધારે આગામી દિવસોમાં નિર્ણય લેવાશે. તેમણે કહ્યું કે,મુખ્યમંત્રીએ રાજય સરકારનો નવરાત્રિ મહોત્સવ નહીં યોજવાનો નિર્ણય લીધો છે. આ ઉપરાંત ઘણા ગરબા આયોજકોએ જાહેરાત કરી દીધી છે કે, ગરબા આયોજન નહીં કરે. ડોક્ટરોએ સરકારને સૂચનો કર્યા છે તેમાં મોટા પાયે ગરબા ન કરવા કહ્યુ છે. આ સંજોગોમાં ગરબાના આયોજન અંગેની શક્યતા નથી.
તેમણે સ્પષ્ટતા કરી કે, ધાર્મિક માન્યતાને ધ્યાનમાં રાખી ગરબાનું સોસાયટી કે ગામમાં આયોજન કરવા બાબતે હાલ કોઈ નિર્ણય નથી લેવાયો અને કેન્દ્રની છૂટછાટ ના આધારે આગામી દિવસોમાં નિર્ણય લેવાશે. તેમણે કહ્યું કે,મુખ્યમંત્રીએ રાજય સરકારનો નવરાત્રિ મહોત્સવ નહીં યોજવાનો નિર્ણય લીધો છે. આ ઉપરાંત ઘણા ગરબા આયોજકોએ જાહેરાત કરી દીધી છે કે, ગરબા આયોજન નહીં કરે. ડોક્ટરોએ સરકારને સૂચનો કર્યા છે તેમાં મોટા પાયે ગરબા ન કરવા કહ્યુ છે. આ સંજોગોમાં ગરબાના આયોજન અંગેની શક્યતા નથી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -