અમદાવાદ:  પતંગ રસીયાઓ માટે ખૂબ જ સારા સમાચાર છે.  હવામાન વિભાગે આગાહી કરી છે કે,  ઉતરાયણના પર અનુકુળ પવન રહેશે.  પવનની ગતિ 15 થી 20 કિમી પ્રતિ કલાકની રહેશે. પવનની દિશા ઉત્તરથી પૂર્વ તરફની રહેશે. હવામાન વિભાગ અનુસાર, આગામી બે દિવસ રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળશે અને તાપમાનમાં ઘટાડો થશે.  


હવામાન વિભાગે જણાવ્યુ છે કે, ગુજરાતમાં ઉતરપૂર્વ પૂર્વના પવનો ફૂંકાઇ રહ્યા છે અને આગામી બે દિવસ તાપમાન યથાવત રહેશે. બે દિવસ બાદ તાપમાન બેથી ત્રણ ડિગ્રી ઘટી જશે. 14 જાન્યુઆરીના પવનની ગતિ સામાન્ય રહેશે એટલે કે પ્રતિકલાકે 15થી 20 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે.


છેલ્લા ઘણા વર્ષોથી ઉતરાયણમાં સવારે પવનની ગતિ સારી રહે છે. બપોર બાદ પવનની ગતિ ધીમી થઈ જાય છે. જેના કારણે પતંગરસીયાઓ નારાજ થાય છે. ત્યારે હવે એ જોવાનું રહેશે કે, 14 જાન્યુઆરી ઉતરાયણના દિવસે 15 થી 20 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે તો પતંગો કેવી ચગશે.  



હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી


હવામાન નિષ્ણાંત  અંબાલાલ પટેલના અનુમાન મુજબ મકરસંક્રાતિના સમયે પવનની ગતિ સારી રહેશે. પતંગરસિયાઓ માટે સારા સમાચાર છે કે, 10થી12 કિ.મી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાઈ શકે છે. પંતગ રસિકો વર્ષભર ઉત્તરાયણની પ્રતિક્ષા કરતા હોય છે. પતંગબાજી ત્યારે જ શક્ય બને છે જ્યારે પવનની ગતિ અનુકૂળ હોય ત્યારે આ અંગે હવામાન નિષ્ણાંત અંબાલાલે પવનની ગતિને લઇને મહત્વની આગાહી કરી છે. હવામાન નિષ્ણાત અંબાલાલના અનુમાન મુજબ આગામી 14 અને 15 જાન્યુઆરી એટલે ઉત્તરાયણ અને વાસી ઉતરાયણમાં પવનની ગતિ સારી રહેશે. ઉત્તરાયણ પર 10થી12 કિ.મી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાઈ શકે છે. વાસી ઉત્તરાયણના દિવસે પવનની ગતિમાં થોડા ઘટાડો થઇ શકે છે. 


બીજી તરફ મકરસંક્રાતિના અવસરને લઇને શહેરીજનોની સુવિધા માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરીજનોની સુવિધા માટે મેટ્રો  ટ્રેન વધુ દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે 14 અને 15 જાન્યુઆરીએ દર 20 મિનિટના અંતરાલમાં મેટ્રો ટ્રેન દોડશે. અમદાવાદમાં મકરસંક્રાતિની ઉજવણી ધૂમધામથી કરવામાં આવે છે, આ અવસરે શહેરીજનોની સુવિધા માટે મેટ્રો ટ્રેન  સર્વિસ પણ વધારી દેવાઇ છે.  14 અને 15 જાન્યુઆરીએ એમ બે દિવસ 20 મિનિટના અતરાલમાં મેટ્રો  દોડશે. તારીખ 14-01-2024 અને 15-01-2024ના રોજ અમદાવાદ મેટ્રો ફેઝ-1ના બંને કોરિડોર (વસ્ત્રાલ ગામથી થલતેજ અને APMCથી મોટેરા)માં મેટ્રો ટ્રેન સેવાઓ સવારે 6.20 કલાકથી રાત્રિના 10 વાગ્યા સુધી દર 20 મિનિટના અંતર ઉપલબ્ધ રહેશે.