અમદાવાદઃ બે દિવસના વિરામ બાદ આજે ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. ત્યારે સાઈક્લોનિક સરક્યુલેશનની અસરના કારણે ગુજરાતમાં ઠંડીનો પારો ગગડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી તે પ્રમાણે ગુજરાતમાં ઠંડીનો પારો ગગડી રહ્યો છે.


ગુજરાતના તાપમાનમાં 3 ડિગ્રીનો ઘટાડો થયો હોય તેવું લાગી રહ્યું છે. આજે અમદાવાદનું મહત્તમ તાપમાન 24 ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવના છે જ્યારે લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી પર રહેશે. આજ પ્રમાણે રાજ્યના વિવિધ શહેરોના તાપમાનમાં પણ ઘટાડો નોંધાયો છે.

આજથી ઠંડીના ચમકારામાં વધારો થયો છે. આગામી દિવસ સાઈક્લોનિક સરક્યુલેશનની અસરના કારણે ઠંડીમાં વધારો થશે તેવું હવામાન વિભાગે કહ્યું હતું. સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઠંડીના ચમકારામાં વધારો થયો છે. આગામી બે દિવસ બાદ ઠંડીના ઘટશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

એટલે કે રવિવાર સુધી રાજ્યનું લઘુત્તમ તાપમાન 8 ડિગ્રીની આસપાસ રહે તેવી સંભાવના છે. સોમવારે સૌરાષ્ટ્ર અને કચ્છ તથા ઉત્તર ગુજરાતમાં થયેલા વરસાદના કારણે પણ અહીં ઠંડીનું પ્રમાણ વધારે અનુભવાઈ રહ્યું છે. જોકે મંગળવારે સાંજે 5 વાગ્યા સુધીના આંકડા પર નજર કરીએ તો નલિયા 6.2 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર બન્યું હતું.
GURUGRAM, INDIA- FEBRUARY 2: People warm themselves around a fire on a cold winter morning, at Sector 10, on February 2, 2019 in Gurugram, India. The maximum temperature was likely to hover around 21 degrees Celsius, the official said. The humidity at 8.30 am was recorded at 93 per cent and visibility stood at 1,200 metres. Sporadic and negligible rain was reported in parts of Delhi on late Thursday evening and early Friday morning. (Photo by Yogendra Kumar/Hindustan Times via Getty Images)
આ ઉપરાંત ભુજમાં 9.2, ડિસામાં 9.4, રાજકોટમાં 12, કેશોદ-જૂનાગઢમાં 11.2, ગાંધીનગરમાં 11.8 અને અમદાવાદમાં 12.8 ડિગ્રી નોંધાયું હતું. આગામી પાંચ દિવસના હવામાન પર નજર કરીએ તો રાજ્યમાં વરસાદની સંભાવના નહિવત્ છે.