નવી દિલ્હી : ગુજરાતમાં બે દિવસની શાંતિ પછી ફરી કાતિલ ઠંડી પડશે એવી આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન ખાતાએ દિલ્હી સહિત આઠ રાજ્યોમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળશે એવી ચેતવણી આપી હતી. દિલ્હી, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, પશ્ચિમી ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં આગામી બે દિવસો દરમ્યાન અને જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં આગામી 24 કલાકમાં જ કાતીલ શીત લહેર પોતાનું ભયાનક સ્વરૂપ દેખાડશે. તેના પગલે ગુજરાતમાં પણ કાતિલ ઠંડી પડશે.


ઉત્તરના પહાડી પ્રદેશો તરફથી વાતા સૂસવાટા ભર્યા બર્ફિલા ઠંડા પવનોના પગલે સમગ્ર ઉત્તર-પશ્ચિમ ભારતના મેદાની પ્રદેશોમાં કાતીલ શીત લહેર ફરી વળી છે.  દેશના પાટનગર દિલ્હીના લોકો ગાત્રો થિજવી દેતી ઠંડીમાં ઠૂઠવાઇ ગયા છે. છેલ્લા 24 કલાકમાં દિલ્હીનું લઘુતમ તાપમાન સામાન્ય કરતાં 3 ડિગ્રી ઓછુ એટલે કે 4.2 ડીગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જો કે હવામાન ખાતાએ એવી આગાહી કરી હતી કે આગામી ત્રણ દિવસમાં ઠંડીનો કોપશાંત થઇ જશે પરંતુ એ પછી વરસાદ પડે એવી સંભાવના વધી ગઇ છે.


હવામાન ખાતાએ કહ્યું હતું કે હિમાલયના પશ્ચિમના ભાગોમાં હળવા વરસાદની સાથે બરફવર્ષા  થવાથી તાપમાનમાં ઘણો મોટો ઘટાડો થઇ શકે છે. ઉત્તર અને પશ્ચિમ ભારતના મેદાની પ્રદેશોમાં આગામી 4-5 જાન્યુઆરી દરમ્યાન મધ્યમ કક્ષાનો વરસાદ પડવાની શક્યતા છે.


હવામાન વિભાગે આ પ્રદેશોમાં 3 જાન્યુઆરી સુધી કાતિલ શીત લહેર ફરી વળે એવી ચેતવણી ઉચ્ચારી હતી. હવામાન વિભાગે  કહ્યું હતું કે 4 જાન્યુઆરીથી આ વિસ્તારોમાં લઘુતમ તાપમાનમાં ધરખમ ઘટાડો થઇ શકે તેમ છે. તેના કારણે 4 જાન્યુઆરીથી 7 જાન્યુઆરી વચ્ચે જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ અને સ્નોફોલ થવાની શક્યતા છે. તેના કારણે ગુજરાતમાં કાતિલ ઠંડી પડવાની શક્યતા છે. હવામાન વિભાગ સામાન્ય રીતે મેદાની પ્રદેશોમાં લઘુતમ તાપમાન 4 ડીગ્રી નોંધાય ત્યારે શીત લહેર ફરી વળવાની ચેતવણી આપે છે.


 


 


આ પણ વાંચો......... 


ગુજરાતમાં ફરી કમોસમી વરસાદની આગાહી, જાણો કઈ તારીખે ક્યાં ક્યાં પડશે વરસાદ ? અમદાવાદમાં ક્યારથી ફરી ઠંડી પડશે ?


SBI Recruitment: એસબીઆઈમાં અનેક જગ્યાઓ માટે ભરતી બહાર પડી, આ તક ચૂકશો નહીં, આજે જ કરો અરજી


CBSE રજિસ્ટ્રેશનઃ ધોરણ-9 અને 11ના વિદ્યાર્થીઓ 6 જાન્યુઆરી સુધી રજિસ્ટ્રેશન કરાવી શકશે, ત્યાર બાદ લેટ ફી ચૂકવવી પડશે


વિરાટ કોહલી પત્રકાર પરિષદમાં કેમ નથી આવતો, રાહુલ દ્રવિડે આપ્યો આ જવાબ


Astrology: આ રત્ન છે અદભૂત ચમત્કારિક, , ઘારણ કર્યાના 30 દિવસ બાદ મળશે અભૂતપૂર્વ સફળતા, જાણો કઇ રાશિએ પહેરવું