હાલ બપોરે ગરમી અને રાત્રે ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, અત્યારે આંદામાનનાં દરિયામાં લો પ્રેશર સક્રિય થયું છે પરંતુ તેની અસર ગુજરાતમાં નહિ જોવા મળે. હવામાન વિભગના જણાવ્યા અનુસાર હજુ દક્ષિણ ગુજરાતમાં છુટો છવાયો વરસાદ પડી શકે છે. હાલમાં ચોમાસું મધ્ય ગુજરાત, કચ્છ, સૌરાષ્ટ્ર, અને ઉત્તર ગુજરાતમાંથી વિદાય લઇ ચુક્યું છે.
રાજ્યમાં હાલમાં ગરમીનું પ્રમાણ થોડું વધી રહ્યું છે, પરંતુ આગામી 15 નવેમ્બર પછી શિયાળાની શરૂઆત થઇ જશે તેમ હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.