પંચમહાલ: પશુ ચરાવવા ગયેલ મહિલાનું તળાવમાં ડૂબી જવાથી મોત નિપજ્યું છે. ગોધરા તાલુકાના હમીરપુર ગામે 40 વર્ષીય કૈલાશબેન બારીયા નામની મહિલાનુ ડૂબી જવાથી મોત થયું છે. બનાવને પગલે સરપંચ સહિત ગામલોકો ઘટના સ્થળે દોડી ગયા હતા. સ્થાનિક તરવૈયાની મદદથી મહિલાની લાશ બહાર કાઢવામાં આવી હતી. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર તળાવનાં પાણીમાંથી ભેસોને બહાર કાઢતા સમયે મહિલાનો પગ લપસતા ઘટના બની હતી. 


ગુજરાતમાં આ વિસ્તારોમાં પડશે ભારેથી અતિભારે વરસાદ
ગાંધીનગરઃ ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી હતી. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મુશળધાર વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતમાં પણ વરસાદનું જોર વધશે.  અતિભારે વરસાદની આગાહી વચ્ચે આજે NDRFની વધુ પાંચ ટીમો તૈનાત કરવામાં આવશે. સૌરાષ્ટ્રમાં ત્રણ તો બનાસકાંઠા અને સુરતમાં એક- એક ટીમ તૈનાત કરવામાં આવશે.


હવામાન વિભાગે કરી છે આગાહી કે આગામી પાંચ દિવસ રાજ્યભરમાં ભારેથી અતિભારે વરસાદ વરસશે. હવામાન વિભાગના મતે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મૂશળધાર વરસાદ વરસશે તો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ ધોધમાર વરસાદ વરસશે. હવામાન વિભાગના અનુસાર સાયક્લોનિક સર્ક્યુલેશનના પગલે ધોધમાર વરસાદ વરસશે. તો અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ રહેશે.


જૂનાગઢ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ
જૂનાગઢ:  હવામાન વિભાગની આગાહી વચ્ચે જૂનાગઢ જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો છે.  જૂનાગઢ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.  દોતલપરા, ખામધ્રોલ રોડ, બસ સ્ટેન્ડ રોડ, રેલ્વે સ્ટેશન રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. જેના કારણે અનેક રોડ રસ્તા પર પાણી વહેતા થયા છે.  જુનાગઢના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદને કારણે ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.  કોયલી, વાડલા, શાપુર સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે.  


જૂનાગઢના ગીરનાર પર્વત પર સવારથી વરસી રહ્યો છે અવિરત વરસાદ, જેના કારણે સીઝનમાં સૌ પ્રથમ વખત દામોદર કુંડમાં પુર આવ્યું છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે સોનરખ, કાળવા સહિતની નદીઓમાં નવા નીર આવ્યા છે. ગિરનાર પર્વત પર વરસાદના કારણે આહ્લાદક દ્રશ્યો પણ સર્જાયા છે. ગિરનાર તથા દાતાર પર્વત પર પણ અવિરત વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદના કારણે જૂનાગઢમાં નદી નાળાઓમાં નવા નીરની આવક શરૂ થઈ છે.