ભાવનગર: દારુની બદી દૂર કરવા માટે મહુવામાં મહિલાઓ મેદાનમાં આવી છે. ભાવનગર મહુવા તાલુકામાં ખુલ્લેઆમ ચાલતા દેશી દારૂના સ્ટેન્ડ બંધ કરાવવા માટે મહિલાઓ મેદાનમાં આવતા પોલીસે લોક દરબાર યોજ્યો હતો. આ લોક દરબારમાં દારૂનું દુષણ દૂર કરવા માટે ગામ લોકો દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે.
મહુવાના કતપર અને બંદર વિસ્તારમાં ખુલ્લેઆમ દેશી દારૂના સ્ટેન્ડ ચાલી રહ્યા હતા. જેને બંધ કરાવવા માટે મહિલાઓ દ્વારા બે દિવસ પહેલા મહુવા ટાઉન પોલીસ મથકનો ધેરાવ કરવામાં આવ્યો હતો. દારુનું દૂષણ દૂર કરવા માટે મોટી સંખ્યામાં મહિલાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.
મહિલાઓ દ્વારા દારુના દૂષણનો વિરોધ કરવામાં આવતા આ રજૂઆતના ધેરા પડધા પડ્યા હતા. પોલીસે મહુવાના બંદર વિસ્તારમાં એક જાહેર લોકદરબાર યોજ્યો હતો. મહુવા ટાઉન ના PIએ દારૂનું દુષણ દૂર કરવાની ખાત્રી આપી હતી.
સુરતમાં સસ્પેન્ડેડ પોલીસકર્મીએ મુક્કો મારતા ભાજપ નેતાનું મોત
સુરતમાં સસ્પેન્ડેડ પોલીસકર્મીએ મુક્કો મારતા ભાજપના લઘુમતી મોરચાના મહામંત્રી સલીમ બગાડીયાનું મોત થયું છે. સસ્પેન્ડેડ ASI રોનક હિરાણી પર માર મારવાનો આરોપ લાગ્યો છે. ઉલ્લેખનિય છે કે, ભાજપના લઘુમતી મોરચાના મહામંત્રી સલીમ બગાડીયાએ એક પોસ્ટને ડિલિટ કરવાનું સસ્પેન્ડેડ ASI રોનક હિરાણીને કહ્યું હતું. પોસ્ટ ડિલિટ કરવાનું કહેતા બંને વચ્ચે બોલાચાલી બાદ સસ્પેન્ડેડ પોલીસકર્મીએ સલીમ બગાડીયામાર્યાનો માર માર્યો હતો જેના પગલે સલીમ બગડિયાનું મોત થયું છે. ભેસ્તાન પોલીસે રોનક હિરાણી વિરૂદ્ધ FIR નોંધી છે.
સમગ્ર ઘટનાને લઇને મળતી માહિતી મુજબ સસ્પેન્ડેડ પોલીસ કર્મચારીએ સોશિયલ મીડિયા પર વિવાદિત પોસ્ટ મૂકી હતી, આ પોસ્ટ દૂર કરવાનું કહેવા માટે ભાજપના નેતા અને સ્ક્રેપના વેપારી ગયા હતા. જો કે પોસ્ટને ડિલિટ કરવાનું કહેતા બંને વચ્ચે ઉગ્રબોલાચાલી થઇ હતી અને ત્યારબાદ આ મામલે સસ્પેન્ડેડ પોલીસ કર્મચારીએ ભાજપ નેતા સલીમ બગડિયાને માર માર્યો હતો. જેના પગલે ભાજપ લધુમતિ મોરચાના મહામંત્રી સલીમ બગડિયાનું મોત નિપજ્યું છે. આ અંગે ભેસ્તાન પોલીસે સસ્પેન્ડેડ એએસઆઈ સામે ગુનો નોંધ્યો છે.