ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતા હેઠળ “વિશ્વ પર્યાવરણ દિવસ-૨૦૨૫”નો રાજ્ય કક્ષાનો ઉજવણી સમારોહ આવતીકાલ તા. ૫ જૂનના રોજ મહાત્મા મંદિર-ગાંધીનગર ખાતે યોજાશે. આ સમારોહમાં વન અને પર્યાવરણ મંત્રી મુળુ બેરા તેમજ વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી મુકેશ પટેલની ઉપસ્થિતિ રહેશે.

વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવણી સમારોહ પૂર્વે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે નવા સચિવાલય-ગાંધીનગર ખાતે “માતૃવન – વન કવચ” મિયાવાકી જંગલનું ભૂમિપૂજન થશે. તદુપરાંત મહાત્મા મંદિર ખાતે મુખ્યમંત્રી ના હસ્તે પ્લાસ્ટિકના વિકલ્પો અને રિસાયક્લિંગ સોલ્યુશન્સના પ્રદર્શનનું લોકાર્પણ થશે. ઉજવણી સમારોહ દરમિયાન મુખ્યમંત્રી વિવિધ પર્યાવરણીય તેમજ વન વિભાગના નવીન પ્રોજેક્ટ્સનું લોકાર્પણ-ભૂમીપૂજન કરશે.

મુખ્યમંત્રી ના હસ્તે થનાર મહત્વપૂર્ણ લોકાર્પણ:

૧.  અદ્યતન XGN પોર્ટલનું લોન્ચિંગ૨. સાઇટીંગ ક્રાઇટેરીયા ટુલનુ પીએમ ગતિશક્તિ પોર્ટલ પર લોન્ચિંગ૩. પ્લાસ્ટીક વેસ્ટ મેનેજમેન્ટ ડેશબોર્ડનુ લોન્ચિંગ૪. અદ્યતન GCZMAની વેબસાઇટ-પોર્ટલનુ લોન્ચિંગ૫. ક્લાઇમેટ ચેન્જ વિભાગ દ્વારા GHG એમીશન પોર્ટલનું લોન્ચિંગ૬. અમદાવાદ તથા ઓલપાડ-સુરત ખાતે બેગ વેન્ડિંગ મશીનનું ઈ-લોકાર્પણ૭. GPCBની ભરૂચ-પ્રાદેશિક કચેરીના નવનિર્મીત ભવનનું ઈ-લોકાર્પણ૮. GPCBની અમદાવાદ શહેર-પ્રાદેશિક કચેરીના ભવનનુ ઈ-ખાતમુહૂર્ત૯. GPCBની મોરબી-પ્રાદેશિક કચેરીની એર લેબોરેટરીનું ઈ-લોકાર્પણ૧૦. હાલોલ ખાતે નવનિર્મીત CETPનું ઈ-લોકાર્પણ૧૧. ગુજરાત ઓઇલ રીસાઇલીંગ એસોસીએશનના(GORA) વેસ્ટ ઓઇલ કલેક્શન સેન્ટરનું લોકાર્પણ

વધુમાં, સમારોહ દરમિયાન મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં સી.ઇ.ટી.પી. (CETP) અને સુરતમાં તેના મેમ્બર યુનિટ્સ વચ્ચે ઔદ્યોગિક કચરાના અસરકારક નિકાલ માટે એમ.ઓ.યુ. (MoU) હસ્તાંતરિત કરવામાં આવશે. સમારોહ બાદ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા “પ્લાસ્ટિકના વિકલ્પો, રિસાયક્લિંગ અને સર્ક્યુલર ઇકોનોમી” વિષય પર, વન વિભાગ દ્વારા “વન અને ક્લાઈમેટ એક્શન” વિષય પર તેમજ શહેરી વિકાસ અને ગ્રામ વિકાસ વિભાગના સંયુક્ત ઉપક્રમે “એન્વાયરન્મેન્ટ  સસ્ટેનેબિલિટી માટે શહેરી અને ગ્રામ્ય વિકાસ” વિષય પર ટેક્નીકલ સત્રો યોજાશે.

આ સમારોહ મહત્વપૂર્ણ પોલિસી મેકર્સ, ઇન્ડસ્ટ્રિઝ એક્સપર્ટ, એન્વાયરન્મેન્ટ એક્સપર્ટ અને સિવિલ સોસાયટીને એકત્રિત કરીને ગુજરાતના હરિયાળા, સ્વચ્છ અને પ્લાસ્ટિકમુક્ત ભવિષ્યના કમિટમેન્ટને આગળ વધારવાનો મંચ બનશે.

વન કવચ પહેલ હેઠળ રાજ્યનો 400 હેક્ટર વિસ્તાર ગાઢ જંગલોમાં થશે પરિવર્તિત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના કાર્યક્ષમ નેતૃત્વ હેઠળ ગુજરાતમાં વન કવચ પહેલનું સફળ અમલીકરણ થયું છે અને તેના પરિણામે પર્યાવરણમાં નોંધપાત્ર સુધારો થયો છે. વર્ષ 2023-24માં, ગુજરાતમાં 85 સ્થળોએ 100 હેક્ટર વિસ્તારમાં વન કવચ તૈયાર કરવામાં આવ્યું હતું, જ્યારે 2024-25માં 122 સ્થળોએ વધુ 200 હેક્ટર ક્ષેત્રમાં વન કવચ વિકસાવવામાં આવી રહ્યું છે. તો 2025-26 માટે આ લક્ષ્ય 400 હેક્ટરનું રાખવામાં આવ્યું છે. વન કવચ પહેલ હેઠળ ગુજરાતે વનીકરણ માટે આ નવીન અભિગમ અપનાવીને ગ્રીન ફ્યુચર અને ટકાઉ વિકાસ માટે રાજ્યની અતૂટ પ્રતિબદ્ધતા દર્શાવી છે.