KUTCH: બોલિવૂડ માટે આ સમયગાળો ખરાબ ચાલી રહ્યો છે તેમ કહીએ તો કંઈ ખોટું નથી. કારણ કે બોલિવૂડની એક પછી એક ફિલ્મો ફ્લોપ થઈ રહી છે. તેનું તાજુ ઉદાહરણ આમિર ખાનની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢા અને અક્ષય કુમારની રક્ષાબંધનનું ખરાબ ઓપનિંગ છે. આ બન્ને ફિલ્મોને બોયકોટ કરવાની સોશિયલ મીડિયા પર અપીલ કરવામાં આવી હતી. જેની અસર પણ જોવા મળી હોવાનું પ્રતિત થાય છે.
તો બીજી તરફ હવે પઠાણ ફિલ્મને લઈને વિવાદ સામે આવ્યો છે. પઠાણ ફિલ્મના વિરોધમાં ટ્વીટ કરવા બદલ કચ્છમાં એક સંતને ધમકી મળી હોવાનો આરોપ લાગ્યો છે. આ અંગે સામે આવેલી વિગત અનુસાર રાપર એકલધામના મહંત યોગી દેવનાથ બાપુને ટ્વીટર પર ધમકી મળી છે. તેમનો આરોપ છે કે સર કલમ કરતા ફોટા સાથે એક વ્યક્તિએ ધમકી આપી છે. જેથી યોગી દેવનાથ આ મામલે પોલિસને ફરીયાદ કરશે. નોંધનિય છે કે, બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાનની આગામી ફિલ્મ પઠાણ રિલીઝ પહેલા જ વિવાદમાં આવી ગઈ છે. ઘણા લોકોએ સોશિયલ મીડિયા પર પઠાણના ટ્રેલરનો બહિષ્કાર કરવાની માગ કરી રહ્યા છે જેને લઈને હાલમાં આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે.
Lal Singh Chaddha ફિલ્મ જોતા જ ભડક્યો ઇંગ્લેન્ડનો આ ક્રિકેટર
આમિર ખાન અને કરીના કપૂરની ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા' રિલીઝ બાદ સતત વિવાદોમાં ઘેરાઇ છે. ખરેખરમાં આ ફિલ્મનું ટ્રેલર આવ્યા બાદથી જ ફિલ્મ વિવાદોમાં ઘેરાઇ ગઇ હતી. એટલુ જ નહીં પણ સોશ્યલ મીડિયા પર સતત બોયકૉટ ટ્રેન્ડ થતુ રહ્યુ છે. હવે આ મામલે ઇંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટર મૉન્ટી પાનેસરે ગુસ્સો ઠાલવ્યો છે. મૉન્ટી પાનેસર આમિર ખાન અને કરિના કપૂરની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢા બાદ ખુબ ગુસ્સે થઇ ગયો છે.
'ભારતીય સેના અને સિખોનું અપમાન' -
ખરેખરમાં, ઇંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટર મૉન્ટી પાનેસરનુ માનવુ છે કે, આ ફિલ્મ ભારતીય સેના અને સિખોનુ અપમાન કરે છે. હવે તેને ટ્વીટર પર પોતાની ભડાશ કાઢી છે. તેને પોતાના ટ્વીટમાં લખ્યું- આ ફિલ્મ સિખો અને ભારતીય સેનાનુ અપમાન કરે છે, આ ઉપરાંત પૂર્વ ઇંગ્લિશ ખેલાડીએ #BoycottLalSinghChadda નો પણ ઉપયોગ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, મૉન્ટી પાનેસર ભારતીય મૂળનો ક્રિકેટર છે. તેને ઇંગ્લેન્ડ માટે 50 ટેસ્ટ અને 26 વનડે ઇન્ટરનેશનલ મેચમાં ક્રમશઃ 167 અને 24 વિકેટ પોતાના નામે કરી છે.
'હૉલીવુડ ફિલ્મનો મતલબ બને છે, પરંતુ....'
ઉલ્લેખનીય છે કે વર્ષ 1994માં હૉલીવુડ ફિલ્મ 'ફૉરેસ્ટ ગમ્પ' આવી હતી. લાલ સિંહ ચઢ્ઢા તે ફિલ્મની રીમેક છે. ખરેખરમાં આ ફિલ્મમાં એક ઓછી આઇક્યૂ વાળો શખ્સ અમેરિકન સેનામાં ભરતી થાય છે. મૉન્ટી પાનેસર અનુસાર, હૉલીવુડ ફિલ્મનો મતલબ બને છે કેમ કે વિયેતનામ વૉર માટે જરૂરિયાત પુરી કરવા માટે અમેરિકન સેના લૉ આઇક્યૂ વાળા શખ્સને સેનામાં સામેલ કરી રહી હતી, પરંતુ બૉલીવુડમાં આ ફિલ્મનો કોઇ મતલબ નથી. આ ફિલ્મ સિખો અને ભારતીય સેનાનુ અપમાન કરે છે.