કોરોનાના કારણે ભરતસિંહ સોલંકીની તબિયત એ હદે લથડી ગઈ છે કે એ ઓળખાય એવા પણ રહ્યા નથી. એકાએક વૃધ્ધ થઈ ગયા હોય એવા લાગતા ભરતસિંહ સોલંકીની ઓળખ જેવી મૂછો પણ કાઢી નંખાઈ છે તેથી તેમને ઓળખવા પણ મુશ્કેલ બની ગયા છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ જ ભરતસિંહ સોલંકીની આ તસવીર મીડિયાને આપી છે.
ભરતસિંહ સોલંકીને કોરોનાનો ચેપ લાગતાં 22 જૂને વડોદરા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. વડોદરામા તેમની તબિયત લથડતાં તેમને વધુ સારવાર માટે તેમને અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા અને હજુ પણ સિમ્સ હોસ્પિટલમાં જ સારવાર લઇ રહ્યા છે. હાલમાં તેમની તબિયત સુધારા પર છે. તેમનો કોરોના ટેસ્ટ પણ નેગેટિવ આવ્યો છે પણ તેમને બીજી તકલીફો થઈ જતાં તેમને હદુ હોસ્પિટલમા જ રખાયા છે. હાલનો તેમનો ફોટો જોતા તેમને ઓળખી જ ના શકાય એવી સ્થિતીમાં આવી ગયા છે.