ગાંધીનગરઃ ગુજરાતના ભાજપના એક ધારાસભ્ય સામે એક દલિત યુવતીએ ગંભીર આક્ષેપો કર્યા છે. યુવતીએ સોશિયલ મીડિયા પર વીડિયો મૂકીને ઉત્તર ગુજરાતના ધારાસભ્ય સાથે પોતાને શારીરિક સંબંધો હોવાના આક્ષેપ કર્યા છે. આ ધારાસભ્ય યુવતીને પોતાની સાથે ગાંધીનગરના એમએલએ ક્વાર્ટરમાં લઈ જતા અને ........... નંબરના ફ્લેટમાં શરીર સુખ માણતા એવો પણ યુવતીએ દાવો કર્યો છે.
યુવતીએ વીડિયોમાં જે કંઈ કહ્યું તે અક્ષરશઃ નીચે પ્રમાણે છે.
નમસ્કાર, જય ભીમ, જય ભારત,
હું મારા દલિત સમાજના સર્વમિત્રો આગેવાનો તેમજ મારા સગાવાલાંને જણાવવા માંગુ છું કે, મારો સંબંધ બંધાયો હતો ................ સાથે જેઓ ............ તાલુકાના MLA છે અને તેમણે મને વચન આપ્યું હતું કે, હું તમને ખૂબજ પ્રેમ કરું છું અને તમારી સાથે આખી જિંદગી કાઢવા માંગુ છું.
ત્યાર બાદ તેઓએ મારી સાથે ગાંધીનગરમાં આવેલ એમએલએ ક્વાર્ટર્સ............ નંબરની અંદર શરીર સંબંધ બાંધેલ અને ત્યાર બાદ તેઓએ મારા ફોન કોલ્સ રિસિવ કરવાના બંધ કરી દીધેલા અને મારી સાથે વાતચીત તેમજ મેસેજ બંધ કરી દીધેલા અને મને વોટ્સએપ કોલ કરીને એમ કહેલ કે હું બહુ આગળ પડતો છું, તમે મારી સાથે વારંવાર વાતચીત ના કરશો. મારી સંબંધ ના રાખશો, જે થયું તે ભૂલી એ જાવ.
હવે આ વસ્તુ મારા મગજમાં ઠસી ગઈ છે. હું બહુ ડિપ્રેસનમાં આવી ગઈ છું અને તે સિવાય તેમના માણસો .................... વારંવાર મળવા આવે છે અને મારી સાથે સમાધાનની વાતચીત કરવા આવે છે. હું કોઈ જાતનું સમાધાન કરવા માંગતી નથી કારણ કે હું ખૂબજ કંટાળેલી છું. અને મને ઘણી વાર એવા વિચાર આવે છે કે, હું આત્મહત્યા કરી લઉં. જિંદગી ટૂંકાવી નાંખુ, કારણ કે કોઈ આપણી સાથે આટલો મોટો દગો કરી શકે તે યોગ્ય ના ગણાય, કેમ કે હું દલીત સમાજની દીકરી છું એટલે, મને આ લોકોથી હવે ખૂબ જ જોખમ છે. કેમ કે એ બધા .........છે, ...........છે,...............છે અને મારા અને મારા પરિવારમાં મારી દિકરી છે એક. અને મારી દીકરીને મને જાનની જોખમ છે. આ લોકો આ રીતે કોઈ પણ પગલા લઈ શકે છે , અમને મરાવી પણ નાખી શકે છે, તો મારા દલિત સમાજના ભાઈઓ બહેનો અને આગેવાનો જો મને કંઈ પણ થાય અથવા મારા પરિવાર કે મારી દીકરીને કંઈ પણ થાય તો ................ તેમજ ....................... જે ........... તાલુકાના છે. તેઓની જવાબદારી છે. અને કાયદેસરની તેઓ ઉપર કાર્યવાહી કરવી અને મને યોગ્યમાં ન્યાય અપાવવા વિનંતી છે.
Ahemdabad: ‘ભાજપના ધારાસભ્યે મારી સાથે MLA ક્વાર્ટર્સમાં શરીર સંબંધ બાંધ્યો ને પછી..........’, યુવતીએ વીડિયોમાં શું કહ્યું ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
14 Feb 2021 07:18 PM (IST)
યુવતીઓ સોશિયલ મીડિયા પર વીડિયો મૂકીને ઉત્તર ગુજરાતના ધારાસભ્ય સાથે પોતાને શારીરિક સંબંધો હોવાના આક્ષેપ કર્યા છે
- - - - - - - - - Advertisement - - - - - - - - -