ગાંધીનગરઃ ગુજરાતના ભાજપના એક ધારાસભ્ય સામે એક દલિત યુવતીએ ગંભીર આક્ષેપો કર્યા છે. યુવતીઓ સોશિયલ મીડિયા પર વીડિયો મૂકીને ઉત્તર ગુજરાતના ધારાસભ્ય સાથે પોતાને શારીરિક સંબંધો હોવાના આક્ષેપ કર્યા છે. આ ધારાસભ્યે પોતાની સાથે ગાંધીનગરના એમએલએ ક્વાર્ટરમાં શરીર સુખ માણ્યું હોવાનો પણ યુવતીએ દાવો કર્યો છે.


યુવતીનો દાવો છે કે, આ ધારાસભ્ય પોતાને ગાંધીનગરમાં આવેલાં સદસ્ય નિવાસના ......નંબરના ક્વાર્ટર પર લઈ જઈ તેની સાથે શારીરિક સંબંધ બાંધીને શરીર સુખ માણતા હતા. આ ધારાસભ્ય પોતાને બહુ પ્રેમ કરતા હોવાનો દાવો કરતા હતા ને શરીર સુખ માણતા હતા પણ પછી પોતાની સાથે વાત કરવાની બંધ કરી દીધી હોવાનો યુવતીન આક્ષેપ છે.

યુવતીએ તેમના વિસ્તારના ભાજપના એક કાર્યકર ધારાસભ્ય વતી પોતાની સાથે સમાધાન કરવા માટે આવતા હતા એવો પણ આક્ષેપ કર્યો છે. પોતાને તથા પોતાની દીકરીને કંઈ થઈ જાય તો તેના માટે આ ધારાસભ્ય અને ભાજપનો કાર્યકર જવાબદાર હશે એવું કહીને યુવતીએ પોતાના દલિત સમાજને પોતાની મદદની અપીલ કરી છે. આ વીડિયો યુવતીએ જેની સામે સમાધાન માટે પ્રયત્ન કરતા હોવાનો આક્ષેપ મુક્યો છે એ ભાજપના કાર્યકરના ફેસબુક પેજ પર જ મુકાયેલો છે.