ઉપલેટા: પોરબંદર રાજકોટ ટ્રેન નીચે આવી જતા યુવાનનું મૃત્યુ થયું છે. ઉપલેટાના ડુમયાણી પાસે ટ્રેનના દરવાજા પાસે ઉભો રહેલ યુવાનનો પગ લપસતા ટ્રેન નીચે આવી જતા મોત નીપજ્યું હતું. પોરબંદરથી રાજકોટ ટ્રેનમાં જેતપુર જઈ રહેલ મૂળ બગદાણાના રહેવાસી રાજુ નામના યુવકનું મોત થયું છે. રાજુ ટ્રેનના દરવાજા પાસે ઉભો હતો ત્યારે પગ લપસી જતા ટ્રેન નીચે આવી જતા મોતને ભેટ્યો હતો. મૃતકના મૃતદેહને ઉપલેટા હોસ્પિટલ ખાતે પીએમ અર્થ ખસેડાયો છે. ઉપલેટા રેલવે પોલીસે તપાસ હાથ ધરી છે.



પંચમહાલમાં વૃક્ષ ધરાશાયી થતા આધેડનું મોત


હાલમાં ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. તો બીજી તરફ બિપરજોય વાવાઝોડાની અસરના કારણે ભારે પવન પણ ફૂંકાઈ રહ્યો છે જેના કારણે અનેક વૃક્ષો ધરાશાયી થયા છે. તો બીજી તરફ પંચમહાલમાં વૃક્ષ પડવાથી 50 વર્ષીય આધેડનું મોત થયું છે.


શહેરા તાલુકાના બીલીથા ગામના ફુલા બારીયાના મુવાડામાં આ અકસ્માતની ઘટના સામે આવી છે. 50 વર્ષિય સુખાભાઈ મોતી ફળિયામાંથી પસાર થઈ રહ્યાં હતા તે દરમિયાન તેજ ગતિએ પવન ફુંકાતા ઝાડ પડવાની ઘટના બની હતી.સુખાભાઈને ખારોલ,લુણાવાડા અને ત્યારબાદ મોડાસા હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાં જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજયું. શહેરા TDO બીલીથા ગામે પહોંચી સમગ્ર ઘટના વિશેની માહિતી મેળવી છે.









રાજ્યમાં છેલ્લા બે દિવસથી ભારે પવનો સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, બિપરજૉયના લેન્ડફૉલ બાદ પોરબંદર, કચ્છ અને દ્વારકામાં ભારે તબાહી જોવા મળી હતી, આ પછી ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદે તબાહી મચાવી દીધી છે, હવામાન વિભાગ દ્વારા કહેવાયુ છે કે, હજુ પણ રાજ્યમાં વરસાદી ખતરો ટળ્યો નથી. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 22 જિલ્લાના 109 તાલુકામાં વરસાદ ખાબક્યો છે, વરસાદે સૌથી વધુ બનાસકાંઠાને ઘમરોળ્યુ છે, જાણો ક્યાં કેટલો પડ્યો વરસાદ ?   


વરસાદથી જડિયા ગામના હાલ બેહાલ


ઉત્તર ગુજરાતમાં છેલ્લા બે દિવસથી વરસી રહેલા અનરાધાર વરસાદથી પાટણ અને બનાસકાંઠામા ભારે તબાહી સર્જાઇ છે. બનાસકાંઠાના હાલ બેહાલ થયા છે. અહીં ધાનેરા તાલુકામાં એક ગામમાં પાણીની સ્તર સતત વધતાં ઘરોમાં પાણી ઘૂસી ગયુ છે અને પશુઓના પણ મોત થયાના સમાચાર સામે આવ્યા છે.