Gujarat Politics: ગુજરાતના રાજકારણમાં આજે કોંગ્રેસને વધુ એક મોટા નેતા શક્તિસિંહ ગોહિલ પ્રદેશ અધ્યક્ષ તરીકે મળી રહ્યાં છે, પરંતુ આજે અમાસ હોવાથી ચાર્જ નથી સંભાળી શક્યા. ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષોના નેતાઓ મૂહુર્તમાં માને છે અને તે પ્રમાણે સારુ કાર્ય કરવામાં મૂહુર્ત જુએ છે. પરંતુ આ વાત માત્ર શક્તિસિંહ ગોહિલ કે કોંગ્રેસ પૂરતી મર્યાદિત નથી, આજના ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ પણ જ્યારે પ્રદેશ ભાજપ અધ્યક્ષ તરીકે પદભાર સંભાળવાના હતા તે સમયે પણ કંઇક આવી જ ઘટના ઘટી હતી, અને તે પણ મૂહુર્ત પ્રમાણે જ ચાર્જ સંભાળ્યો હતો. જાણો ભાજપ અને કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષના પદભાર સંભાળવામાં કઇ વાતમાં છે સામ્યતા.....
શક્તિસિંહ ગોહિલ નહીં સંભાળે આજે પદભાર -
કોંગ્રેસના દિગ્ગજ નેતા શક્તિસિંહ ગોહિલને હવે ગુજરાત સોંપવામાં આવ્યુ છે, તેમની આગેવાનીમાં પાર્ટી આગામી ચૂંટણી લડશે. આજે શક્તિસિંહ ગોહિલ ગાંધી આશ્રમ પહોંચીને અને રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીને પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ, સીધા પ્રદેશ કાર્યલય રવાના થવાના હતા અને કોગ્રેસ પ્રદેશ અધ્યક્ષ તરીકેનો પદભાર સંભાળવાના હતા. જોકે આજે અમાસ હોવાના કારણે આ કાર્યક્રમ હાલ પૂરતો મોકૂફ રાખવામાં આવ્યો છે, કેમ કે આજે અમાસનો (18 જુન, 2023) દિવસ છે. હવે શક્તિસિંહ ગોહિલ આવતીકાલે ભગવાન જગન્નાથના આશિર્વાદ લઈને પોતાનો પદભાર સંભાળશે.
આ વાત તો માત્ર શક્તિસિંહ ગોહિલની હતી, પરંતુ આવી જ ઘટના આજથી ત્રણ વર્ષ પહેલા વર્ષ 2020માં ભાજપ સાથે પણ થઇ હતી, જાણો શું છે....
સીઆર પાટીલે પણ કર્યુ હતુ મૂહૂર્ત પ્રમાણે કામ -
અત્યારે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ છે, અને સીઆર પાટીલે જ્યારે ભાજપ વતી ગુજરાત પ્રદેશ અધ્યક્ષનો ચાર્જ સંભાળ્યો હતો, તે સમયે તેમને પણ શાસ્ત્રો અનુસાર મૂહુર્ત અને ચોઘડિયા જોયા હતા, અને બાદમાં ચાર્જ સંભાળ્યો હતો.
સીઆર પાટીલે 21 જુલાઈ 2020એ ભાજપના પ્રદેશ અધ્યક્ષ તરીકે ચાર્જ સંભાળ્યો હતો, આ પહેલા જ્યારે તેમને ચાર્જ સંભાળવાનો હતો તે દિવસે એટલે કે એક દિવસ અગાઉ 20 જુલાઈ 2020એ અમાસનો દિવસ હતો, તેથી તેઓએ ચાર્જ ન હતો સંભાળ્યો અને બાદમાં સારા મૂહુર્ત પ્રમાણે બીજા દિવસે એટલે કે 21 જુલાઈ 2020ના દિવસે પ્રદેશ ભારતીય જનતા પાર્ટી કાર્યાલય કમલમ ખાતે સત્તાવાર રીતે પદભાર સંભાળ્યો હતો. આ દિવસથી તેઓ ભાજપના પ્રદેશ અધ્યક્ષ તરીકે પદભારમાં આવ્યા હતા.
શક્તિસિંહ ગોહિલની રાજકીય સફર પર નજર
શક્તિસિંહની રાજવીથી રાજકીય સફરની વાત કરીએ તો ભાવનગરના લીમડાના રાજવી પરિવારના સભ્ય છે... બીએસસી અને LLM અને પત્રકારત્વમાં ડિપ્લોમાં સુધીનો અભ્યાસ કર્યો છે... 1986માં પ્રથમવાર ભાવનગર યુવા કૉંગ્રેસના પ્રમુખ બન્યા... તો 1989માં ગુજરાત યુવા કૉંગ્રેસના મહાસચિવ રહી ચૂક્યા છે... તો 1990માં ઓલ ઈન્ડિયા કૉંગ્રેસ કમિટીના સભ્ય પણ રહી ચૂક્યા છે... 1990માં ભાવનગર દક્ષિણ બેઠક પરથી ધારાસભ્ય બન્યા.. ગુજરાત સરકારમાં બે વખત મંત્રી રહી ચૂક્યા છે... તો વિધાનસભામાં વિપક્ષી નેતાનું પદ પણ શોભાવી ચૂક્યા છે... 2014માં કૉંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા બનાવાયા... 2018માં બિહારના પ્રભારી બનાવાયા... જ્યારે 2020માં રાજ્યસભાના સાંસદ બન્યા... આ ઉપરાંત ઈન્ફોર્મેશન ટેકનોલોજી કમિટી, ડિફેન્સની કન્સલટીવ કમિટી, પબ્લિક એકાઉન્ટ કમિટીના મેમ્બર રહી ચૂક્યા છે. ઉલ્લેખનિય છે કે,. તેઓ મૂળ ભાવનગરના હોવાથી આ પદગ્રહણ સમારોહમાં જોડાવવા ભાવનગરથી પણ કોંગ્રેસ કાર્યકરો આવશે અને શક્તિસિંહ ગોહિલને શુભેચ્છા પાઠવશે.
સીઆર પાટિલે ગુજરાતનો ચાર્જ સંભાળ્યો -
આ પછી 20 જુલાઈ 2020થી સી.આર. પાટીલ પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ બન્યા, પાર્ટીને એક નવી ઉંચાઈએ પોહચાડવાનું કામ શરૂ કર્યુ, કેટલાક મહત્વના નિર્ણયો અને ચૂંટણીઓની રણનીતિ ઘડી. 28 જુલાઈ 2020ના રોજ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહની મુલાકત બાદ પોતાના સૌરાષ્ટ્ પ્રવાસનો પ્રારંભ કર્યો હતો. સૌરાષ્ટ્ પ્રવાસના શરૂઆતની સાથે જ સી.આર. પાટીલ દ્વારા સંગઠન કાર્યકરોને સાંભળવા પહેલો નિર્ણય 19 ઓગષ્ટના રોજ લીધો જે અંતર્ગત 25 ઓગષ્ટથી સરકારના એક મંત્રી પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે બેસી કાર્યકરોના પ્રશ્નોનું નિરાકરણ લાવવાનો પ્રારંભ કર્યો હતો.