Rajkot News: રાજ્યમાં હાર્ટ એટેકના કેસોમાં દિન પ્રતિદીન વધારો થઈ રહ્યો છે. ચોંકાવનારી વાત એ છે કે, નાની ઉંમરમાં લોકો હાર્ટ એટેકનો ભોગ બની જીવ ગુમાવી રહ્યા છે. આજે ફરી રાજકોટમાં એક હાર્ટ એટેકનો ચોંકાવનારો કેસ સામે આવ્યો છે. રાજકોટમાં લગ્નના બે દિવસ પહેલા જ યુવકનું હ્રદય બંધ પડી જતા મોત નિપજ્યું છે.


પોપટપરા વિસ્તારમાં લગ્નનો પ્રસંગ માતમમાં ફેરવાઈ ગયો


આ અંગે વિગતે વાત કરીએ તો, રાજકોટ શહેરના પોપટપરા વિસ્તારમાં લગ્નનો પ્રસંગ માતમમાં ફેરવાઈ ગયો. પોપટપરા રહેતા અને કારખાનામાં કામ કરતા અજય સોલંકી નામના યુવક પોતાના ઘરે અચાનક ઢળી પડતા મોત નિપજ્યું. યુવાનના ભાઈએ કહ્યું કે,  અજય જમીને ઉભો થયો અને ઢળી પડ્યો. જે બાદ તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો પરંતુ તબીબો તેમને બચાવી ન શક્યા નહોતા.


આજે યુવાની જાન જવાની હતી


જો કે, ચોંકાવનારી વાત એ છે કે, મૃતકના આજે લગ્ન યોજાવાના હતા. આજે યુવાની જાન જવાની હતી. યુવાનના ઘરે માંડવાને બદલે માતમ  છવાયો છે. યુવાનના ભાઈ શૈલેષભાઇ રામજીભાઈ સોલંકીએ કહ્યું અત્યારે મારો ભાઈ પરણીને આવી ગયો હોત. યુવાનના પરિવારમાં એક ભાઈ,માતા,અને બે બહેનો છે. હાલમાં સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાયો છે.


રાજકોટમાં 22 વર્ષીય અજય સોલંકી નામના યુવકનું મોત


તમને જણાવી દઈએ કે, રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી હાર્ટ એટેકથી મોત થવાની ઘટનામાં નોધપાત્ર વધારો થયો છે. જો રાજકોટની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં 5 વ્યક્તિઓના મોત થયા છે. જેમાં 22 વર્ષથી લઇને 51 વર્ષ સુધીની વયના લોકોના મોતથી હાહાકાર મચી ગયો છે. રાજકોટમાં 22 વર્ષીય અજય સોલંકી નામના યુવકનું મોત થયુ છે. આ ઉપરાંત આસ્થા સોસાયટીમાં રહેતા 35 વર્ષીય સુર્યદીપસિંહ જાડેજાનું હાર્ટએટેકથી મોત થયુ છે. બીજી બાજુ  માયાણી નગરમાં રહેતા 46 વર્ષીય મહેન્દ્ર ચૌહાણનું મોત થયુ છે. આ તરફ બાબરીયા કોલોનીમાં રહેતા 51 વર્ષીય હંસા જાડેજાનું પણ મોત હાર્ટ એટેકથી મોત થયુ છે. જ્યારે રાજકોટ જેલમાં બંધ અંજારના કેદી 55 વર્ષીય હરી લોચાણીનું પણ હાર્ટ એટેકથી મોત નિપજ્યુ છે. આમ અચાનક હાર્ટ એટેકથી થઈ રહેલા મોતના કારણે લોકોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે.


Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial