Corona Live update: દેશ અને રાજ્યમાં શું છે કોરોનાની સ્થિતિ, કોવિડ -19 સબંધિત સમગ્ર અપડેટ જાણો

CORONA NEWS UPDATE: સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકમાં 2 લાખ 38 હજાર 18 નવા કેસ સામે આવ્યા છે જ્યારે 310 લોકોના મોત થયા છે.

gujarati.abplive.com Last Updated: 18 Jan 2022 10:17 AM

બ્રેકગ્રાઉન્ડ

CORONA NEWS UPDATE: સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકમાં 2 લાખ 38 હજાર 18 નવા કેસ સામે આવ્યા છે જ્યારે 310 લોકોના મોત થયા છે. દેશમાં કોરોનાની બેકાબૂ ગતિ...More

નવસારી જિલ્લામાં પ્રથમ વાર કોરોનાના રેકોર્ડ બ્રેક 300 પોઝિટિવ કેસ, વધુ 2 ધારાસભ્ય પણ કોરોનાગ્રસ્ત

નવસારી જિલ્લામાં પ્રથમ વાર કોરોનાના રેકોર્ડ બ્રેક 300 પોઝિટિવ કેસ આવ્યા છે. બે વર્ષનું બાળક અને આઠ કેદી પણ સંક્રમિત થયા છે.
નવસારી તાલુકામાં સૌથી વધુ 106 કેસ નોંધાયા છે. જિલ્લામાં એક્ટિવ કેસોની સંખ્યા ૧૦૦૭ ને પાર થઇ ગઇ છે. ઉતરાયણ બાદ  કેસનો રાફડો ફાટયો છે.ય આ તબક્કે સંક્રમિત લોકોની સંખ્યામાં દિવસે અને દિવસે વધારો થતાં આરોગ્ય વિભાગ દોડતું થયું છે.

ગાંધીનગર મનપામા કોરોનાની એન્ટ્રી થઇ છે. ગાંધીનગર મનપા કમિશનર અને ડેપ્યુટી કમિશનર, ટેક્સ ઓફિસર અને આરોગ્ય અધિકારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મનપા ના ઉચ્ચ અધિકારીઓ સહિત 15 થી વધુ કર્મચારીઓ સંક્રમિત થયા છે

રાજ્યના પૂર્વ મંત્રી અને ધારાસભ્ય હકૂભા જાડેજા બીજી વખત કોરોના સંક્રમિત થયા છે. હકુભા જાડેજાના પત્ની અને પુત્રનો પણ કોરોના રિપોર્ટ  પોઝિટિલ આવ્યો છે.

ખેરાલુ ધારાસભ્ય અજમલજી ઠાકોરનો કોરોનાનો રિપોર્ટ  પોઝિટિવ આવ્યો છે. અજમલજી પોઝિટિવ રિપોર્ટ બાદ થયા હોમ કોરોન્ટાઇન.
શનિવારે દૂધ સાગર ડેરી ના કાર્યક્રમમાં અજમલજી ઠાકોરે હાજરી આપી હતી.