અમદાવાદઃ ઇશરતા જ્હાં અને સોહરાબુદ્દીન એન્કાઉનટરમાં જામીન પર મુક્ત થયેલા પૂર્વ આઇપીએસ અધિકારી વણજારાને ગુજરાતમાં પ્રવશ કરવાની પરવાંગી મળી ગઇ છે. જેથી તે ગાંધીનગર સ્થિત ઘરે પરત ફરશે. સીબીઆઇ કોર્ટના જજ એસ.જે રાજે શનિવારે વણઝારાની ગુજરાતમાં પ્રવેશ કરવા દેવાની અરજીને ગ્રાહ્યા રાખી હતી. વણજારા વતી એડવોકેટ વી.ડી ગજ્જરે અરજી કરી હતી.
જેની સુનાવણી હાથ ધરાતાં ગજ્જરે રજૂઆત કરી હતી કે, 29 ફેબ્રુઆરીએ મુંબઈ હાઈકોર્ટે વણઝારાને ગુજરાતમાં પ્રવેશ કરવા દેવાનો આદેશ કર્યો છે. મહારાષ્ટ્રમાં વણઝારાને જીવનું જોખમ હોઈ ઝેડ સિક્યુરિટી આપવામાં આવી છે. દર શનિવારે અમદાવાદ સીબીઆઇ કોર્ટમાં હાજરી પુરાવા આવવાનું હોઈ ઝેડ સિક્યુરિટીના કોન્વે સાથે આવવું પડે છે. વણઝારાની મેડિકલ સારવાર પણ અમદાવાદમાં ચાલે છે, જેથી અનેક મુશ્કેલીઓ સહન કરવી પડે છે. તેમનો પરિવાર ગાંધીનગર રહે છે. 9 વર્ષથી તેઓ પરિવારથી દૂર છે. આથી તેમને ગુજરાતમાં પ્રવેશ કરવા દેવાની અરજી ગ્રાહ્ય રાખવી જોઈએ.
આ અરજીનો વિરોધ કરતાં સીબીઆઇના એડ્વોકેટ આર. સી. કોડેકરે રજૂઆત કરી હતી કે, વણઝારા ઇશરત અને સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસના મુખ્ય આરોપી છે. જો તેમને ગુજરાતમાં પ્રવેશ અપાય તો કેસને લગતા પુરાવા અને સાક્ષીઓ પર તેની વિપરીત અસર પડી શકે છે. ઉલ્લેખનીય છે કે, સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં એપ્રિલ, 2007માં ડી.જી. વણઝારાની ધરપકડ થઈ હતી. ત્યાર બાદ ઇશરત જહાં એન્કાઉન્ટર કેસમાં તેમની ધરપકડ થઈ હતી.
પૂર્વ આઇપીએસ વણઝારા ગુજરાતમાં પ્રવેશ કરી શકશે, સીબીઆઇ કોર્ટે આપી મંજુરી
abpasmita.in
Updated at:
02 Apr 2016 06:59 PM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -