H3N2  Virus:છેલ્લા કેટલાક દિવસોથી દેશમાં H3N2 ઈન્ફલ્યુએન્ઝા વાયરસના કેસ ઝડપથી વધી રહ્યા છે. હવે ફરી એકવાર કોરોના વાયરસના કેસમાં પણ વધારો થતો જોવા મળી રહ્યો છે.


હવામાનમાં ફેરફાર સાથે H3N2 ઈન્ફલ્યુએન્ઝા વાયરસના કેસ પણ વધી રહ્યા છે. મહારાષ્ટ્ર એક એવું રાજ્ય છે કે જે અત્યારે બેવડા મારનો સામનો કરી રહ્યું છે. અહીં H3N2 અને કોરોનું  એકસાથે સંક્રમણ વધી રહ્યું  છે. તમામ હોસ્પિટલોને એલર્ટ રહેવા માટે કહેવામાં આવ્યું છે. લોકોએ ફરી એકવાર માસ્ક પહેરવાનું શરૂ કરી દીધું છે. દિલ્હી સરકારે એક એડવાઈઝરી જારી કરીને લોકોને (ખાસ કરીને બાળકો અને વૃદ્ધોને) વિશેષ સાવચેતી રાખવા અને કોવિડ-યોગ્ય વર્તનને અનુસરવા વિનંતી કરી છે.


દિલ્હી સરકારે એડવાઈઝરી જારી કરી છે


ઈન્ફલ્યુએન્ઝાના વધતા જોખમ વચ્ચે, દિલ્હી સરકારે શુક્રવારે (17 માર્ચ) એક એડવાઈઝરી જારી કરી છે. દિલ્હીના આરોગ્ય પ્રધાન સૌરભ ભારદ્વાજે કહ્યું કે, દિલ્હીની સરકારી હોસ્પિટલોમાં આ વાયરસના ઘણા કેસ નોંધાયા નથી, પરંતુ જિલ્લા સર્વેલન્સ યુનિટ, આરોગ્ય સુવિધાઓ અને સરકારી હોસ્પિટલોને  સિઝનલ  ઈન્ફલ્યુએન્ઝાના ફેલાવાને રોકવા અને મોનિટર કરવા માટે કડક સૂચના આપવામાં આવી છે.


આ રીતે સાચવો


દિલ્હી સરકારની એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે, કોરોના અને ઈન્ફલ્યુએન્ઝાથી બચવાના ઉપાય  સમાન જ  છે.


એડવાઈઝરી મુજબ 65 વર્ષથી ઉપરના વૃદ્ધો અને 5 વર્ષથી નીચેના બાળકોએ સાવધાન રહેવું જોઈએ. જેમને અસ્થમા અથવા કોવિડ છે, તેઓએ સાવચેત રહેવું જોઈએ. ભીડભાડ વાળી જગ્યા પર જવાનું ટાળો, હાથનો   મોં પર  સ્પર્શ કરવાનો ટાળો.


કેન્દ્રએ એડવાઈઝરી જાહેર કરી 


H3N2 વાયરસના જોખમને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે છ રાજ્યો કેરળ, કર્ણાટક, તમિલનાડુ, તેલંગાણા, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં એડવાઈઝરી પણ જારી કરી છે. જો કે આમાં દિલ્હી સામેલ નથી.


મહારાષ્ટ્રમાં ઈન્ફલ્યુએન્ઝાના દર્દીઓમાં વધારો થયો છે


મહારાષ્ટ્રમાં 24 કલાકમાં કોરોના દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો છે પરંતુ ઈન્ફલ્યુએન્ઝાના કેસ  વધ્યા છે. ગુરુવારની સરખામણીમાં શુક્રવારે રાજ્યમાં કોરોના દર્દીઓની સંખ્યા 226 થી ઘટીને 197 થઈ ગઈ છે. દરમિયાન શુક્રવારે ઈન્ફલ્યુએન્ઝાના દર્દીઓની સંખ્યા વધીને 166 થઈ ગઈ છે. જો કે, કોઈ મૃત્યુ નથી નોંધાયું.