H3N2 Virus::


સિઝનલ ફ્લૂની સિઝન ચાલી રહી છે. આવી સ્થિતિમાં, નિષ્ણાતો ઈન્ફલ્યુએન્ઝાના પ્રકારને લઈને વિશેષ સાવચેતી રાખવાની સલાહ આપી રહ્યા છે, પરંતુ આ પ્રકાર માત્ર એક જ નથી.


હવામાનમાં ફેરફાર સાથે ઈન્ફલ્યુએન્ઝા વાયરસના H3N2 પ્રકારનું જોખમ વધી ગયું છે. આરોગ્ય નિષ્ણાતો આ અંગે વિશેષ સાવચેતી રાખવાની સલાહ આપી રહ્યા છે. ગુજરાતના અધિક આરોગ્ય સચિવ મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે ઈન્ફલ્યુએન્ઝા વાયરસના ચાર પ્રકાર છે- A, B, C અને D. આમાં ઈન્ફલ્યુએન્ઝા A H1N1 અને H3N2 પેટા પ્રકારો ઝડપથી ફેલાય છે. આવો જાણીએ કે આ ચાર પ્રકાર કયા છે અને ક્યો વધુ જોખમી  છે. ઇન્ફલુએન્ઝાના 4 વેરિયન્ટ છે. એબીસીડી, જાણીએ આ ચારમાંથી ક્યો વધુ જોખમી છે. 


ઇન્ફ્લુએન્ઝા શું છે?


ઈન્ફલ્યુએન્ઝા અથવા ફ્લૂ એ ઈન્ફલ્યુએન્ઝા વાયરસને કારણે થતો શ્વસન ચેપ છે. તે સમગ્ર વિશ્વમાં ફેલાય છે અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) ની મહામારીની યાદીમાં સામેલ છે. WHO મુજબ, મોસમી ઈન્ફલ્યુએન્ઝા વાયરસના ચાર પ્રકાર છે- A, B, C અને D.અહીં એ જાણવું અગત્યનું છે કે ફલૂના તમામ પ્રકારો જોખમી નથી. આમાં A અને B વધુ ચેપી છે અનેજે સિઝનલ  રોગચાળાનું કારણ બને છે.આ એક સિઝનલ વાયરસ છે. 


ઈન્ફલ્યુએન્ઝા A- આ વાયરસ મોટા ભાગના ચેપનું કારણ બને છે. તેમાં બે સબવેરિયન્ટ્સ છે - H1N1 અને H3N2. H1N1 ને સ્વાઈન ફ્લૂ તરીકે પણ ઓળખવામાં આવે છે જે 2009 માં ઝડપથી ફેલાયો હતો. H3N2 વાયરસ હાલમાં ચેપનું કારણ બની રહ્યું છે.


ઈન્ફલ્યુએન્ઝા B - તેમાં કોઈ સબ વેરિયન્ટ નથી  પરંતુ તેનો વંશ છે. હાલમાં ફેલાતો B વાયરસ યમાગત અથવા વિક્ટોરિયા વંશનો છે.


ઈન્ફલ્યુએન્ઝા સી- આ સામાન્ય રીતે ખૂબ જ દુર્લભ છે અને હળવા ચેપનું કારણ બને છે. આ અંગે બહુ ચિંતા કરવાની જરૂર નથી.


ઈન્ફલ્યુએન્ઝા ડી - આ વાયરસ મુખ્યત્વે પ્રાણીઓને અસર કરે છે અને લોકોમાં ચેપનું કારણ નથી બનતું. .


Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.