Israel Hamas war:ઇઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ દરમિયાન, યુએસ પ્રમુખ જો બિડેને બુધવારે (25 ઓક્ટોબર) સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં પત્રકારો સાથે વાત કરતા નિવેદન આપ્યું હતું. રાષ્ટ્રપતિ બિડેને નિવેદનમાં કહ્યું હતું કે તેઓ માને છે કે હમાસ દ્વારા ઇઝરાયેલ પર આતંકવાદી હુમલાનું એક કારણ નવી દિલ્લીમાં આયોજીત જી-20  સમિટ દરમિયાન રજૂ કરાયલે  મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ ઇન્ડિયા મિડલ ઇસ્ટ-યુરોપ ઇકોનોમિક કોરિડોર (IMEC) છે સમગ્ર વિસ્તારને રેલવે નેટવર્ક સાથે જોડવાનું કામ કરશે.


ભારત મિડલ ઇસ્ટ-યુરોપ ઇકોનોમિક કોરિડોર પર યુએસ પ્રમુખ જો બિડેનના નિવેદન પર, વ્હાઇટ હાઉસે સ્પષ્ટ કર્યું કે ઇઝરાયેલ પર હમાસના આતંકવાદી હુમલા પાછળના કારણો વિશેની તેમની થિયરીને ખોટી રીતે સમજવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે, 7 ઓક્ટોબરે હમાસે ઈઝરાયેલ પર હુમલો કર્યો હતો, જેમાં અત્યાર સુધીમાં 1400 થી વધુ ઈઝરાયેલના મોત થયા છે.


ઇઝરાયલ અને સાઉદી અરેબિયા સંબંધો


ઇઝરાયલ પર હમાસના હુમલા પાછળના કારણ અંગેના પ્રશ્નના જવાબમાં યુએસ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલના રાજકીય સંચાર સંયોજક જોન કિર્બીએ કહ્યું કે, રાષ્ટ્રપતિ જો બિડેનને ગલત સમજવામાં આવ્યાં છે. જોન કિર્બીએ કહ્યું કે મને લાગે છે કે તેમને ગેરસમજ થઈ છે. તેમણે જે કહ્યું તેનો અર્થ એ હતો કે અમે ઇઝરાયેલ અને સાઉદી અરેબિયા વચ્ચેના સંબંધોને ઠીક કરવા માટે જે કરાર પર કામ કરી રહ્યા છીએ. તેને બગાડવા માટે, હમાસે તે હુમલાઓ કર્યા. કિર્બીએ પત્રકારને કહ્યું હતું કે મને લાગે છે કે આ મુદ્દે ગેરસમજ થઇ છે.


અઠવાડિયામાં બે વાર ઉલ્લેખ


જો બિડેને બુધવારે એક સંયુક્ત પત્રકાર પરિષદમાં પત્રકારોને જણાવ્યું હતું કે ઇઝરાયેલ-હમાસ યુદ્ધનું તેમનું વિશ્લેષણ તેમની વૃત્તિ પર આધારિત છે.તેમની પાસે આ માટે કોઈ પુરાવા નથી. તમને જણાવી દઈએ કે એક અઠવાડિયાથી ઓછા સમયમાં આ બીજી વખત બન્યું છે જ્યારે બિડેને હમાસ દ્વારા આતંકવાદી હુમલાના સંભવિત કારણ તરીકે ભારત-મધ્ય પૂર્વ-યુરોપ આર્થિક કોરિડોર (IMEC) નો ઉલ્લેખ કર્યો છે.


આ પણ વાંચો 


Gujarat: ભૂપેન્દ્ર પટેલ સરકાર અને ભાજપ પ્રદેશ સંગઠનમાં ફેરફારને લઇને શું આવ્યા મોટા સમાચાર?


રસ્તા, પાર્કિંગ, ટ્રાફિક, પાર્કિંગ સમસ્યા મુદ્દે હાઈકોર્ટ લાલધુમ, પ્રશાસનને સાત દિવસનો સમય આપ્યો


નારી શક્તિ વંદના બિલથી લઇને ભારતની પ્રથમ રેપિડ ટ્રેન સુધી, વડાપ્રધાન મોદીએ છેલ્લા 30 દિવસોનું જાહેર કર્યુ 'રિપોર્ટ કાર્ડ'


ઇઝરાયલી સૈનિકોએ હમાસના આતંકીઓ પર હુમલો કરી બંધકોને છોડાવ્યા, IDFએ ઓપરેશનનો વીડિયો કર્યો જાહેર