Happy New Year 2023: ગુજરાતમાં ક્લબ અને પાર્ટી પ્લોટમાં નવા વર્ષની ઉજવણી

Happy New Year 2023: વર્ષ 2023ને શરૂ થવામાં હવે થોડા જ કલાકો બાકી રહ્યા છે. નવા વર્ષને આવકારવા યુવાનોમાં થનગનાટ જોવા મળી રહ્યો છે.

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 31 Dec 2022 11:06 PM

બ્રેકગ્રાઉન્ડ

Happy New Year 2023: વર્ષ 2023ને શરૂ થવામાં હવે થોડા જ કલાકો બાકી રહ્યા છે. નવા વર્ષને આવકારવા યુવાનોમાં થનગનાટ જોવા મળી રહ્યો છે. ન્યૂ યર પાર્ટી માટે નિયમો તોડનારને...More

અમદાવાદમાં પણ નવા વર્ષની ઉજવણી કરવામાં આવી

દુનિયાભરના લોકો નવા વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે. ગુજરાત સહિત ભારતમાં પણ લોકો નવા વર્ષનું સ્વાગત કરી રહ્યા છે. અમદાવાદમાં પણ નવા વર્ષની ઉજવણી કરવામાં આવી હતી. સુરતમાં યુવાધન હિલોળે ચડ્યુ હતું. રાજકોટમાં ડીજેના તાલે યુવાઓ ઝૂમ્યા હતા. મહેસાણામાં ફાર્મ હાઉસમાં ડીજે પાર્ટીનું આયોજન કરાયુ હતું.


અમદાવાદમાં પણ પાર્ટી પ્લોટમાં ઉજવણી કરવા લોકો એકઠા થયા હતા. જામનગર, જૂનાગઢમાં પણ નવા વર્ષના સ્વાગત માટે લોકો એકઠા થયા હતા.