Leslie Phillips Passed Away: 'હેરી પોટર' સ્ટાર લેસ્લી ફિલિપ્સનું લાંબી બીમારી બાદ  98 વર્ષની વયે અવસાન થયું છે. તેમના નિધનથી તેમના ચાહકો ભારે શોકમાં છે. લેસ્લી તેના આઇકોનિક વન લાઇનર્સ માટે જાણીતા હતા.


 બ્રિટિસ કોમિક એક્ટર લેસ્લી       ફિલિપ્સનું લાંબી બીમારી બાદ નિધન થઇ ગયું. તેમણે ઊંઘમાં અંતિમ શ્વાસ લીઘા. તેઓ 98 વર્ષના હતા.  તેઓ  બેહદ પોપ્યુલર સીરીઝ “કેરી ઓન” માં પોતાની ભૂમિકા અને  ‘હેરી પોટર’માં સોર્ટિંગ હૈટને પોતાનો અવાજ આપવા બદલ મશહૂર થયા હતા.


ઊંઘમાં જ થઇ ગયું મોત


પીઢ અભિનેતાના મૃત્યુની પુષ્ટિ તેમના એજન્ટ જોનાથન લોયડે કરી છે. તેણે કહ્યું કે ફિલિપ્સનું મૃત્યુ સૂતી વખતે થયું હતું. તે પહેલા બે સ્ટ્રોક બાદ તેઓ રિકવર થઇ ગયા હતા. ફિલિપ્સના પરિવારમાં, તેની પત્ની ઝારા છે. ફિલિપ્સે તેની 80 વર્ષથી વધુની ફિલ્મ કારકિર્દીમાં 200 થી વધુ ફિલ્મો, ટીવી અને રેડિયો શો કર્યા.


આઇકોનિક વન લાઇનર્સ ફેમસ હતા લેસ્લી


ઉલ્લેખનિય છે કે, ફિલિપ્સનો જન્મ 20 એપ્રિલ 1924માં લંડનમાં થયો હતો. તે દિગ્ગજ બ્રિટિશ એક્ટર્સની યાદીમાં સામેલ હતા. કેરી ઓન સીરીઝથી સફળતા મળ્યાં બાદ લેસ્લી ફિલિપ્સ કેટલીક ફિલ્મ ‘ ડોક્ટર ઇન ધ હાઉસ’, ટોમ્બ રેડર અને મિડસમર મર્ડર્સમાં તેમની દમદાર અભિનય પ્રતિભા જોવા મળી હતી. લેસ્લી તેમના ફેન્સની વચ્ચે આઇકોનિક વન લાઇનર્સને લઇને ખૂબ ફેમસ હતા.




બાફ્તાથી નોમિનેટ કરાયા હતા


વેરાયટીના અહેવાલ મુજબ ફિલિપ્સને બાફ્ટા માટે પણ નોમિનેટ કરવામાં આવ્યા હતા. 2006ની ફિલ્મ વિનસમાં પીટર ઓ'ટૂલ સાથેના તેમના સહાયક અભિનય માટે તેમને બાફ્ટા એનાયત કરવામાં આવ્યો હતો. ફિલિપ્સે સ્ટીવન સ્પીલબર્ગની 'એમ્પાયર ઓફ ધ સન' અને સિડની પોપની 'આઉટ ઓફ આફ્રિકા' જેવી ઘણી ફિલ્મોમાં કેમિયો પણ કર્યો હતો.


આણંદઃ વંદે ભારત ટ્રેનની અડફેટે આવી જતા એક મહિલાનું મોત


આણંદઃ વંદે ભારત ટ્રેનની અડફેટે આવી જતા એક મહિલાનું મોત થયું છે. મળતી જાણકારી અનુસાર, આણંદ રેલવે સ્ટેશન પર વંદે ભારત ટ્રેનની અડફેટે આવી જતા મહિલાના શરીરના ટૂકડા થઇ ગયા હતા. આણંદના ભાલેજ ઓવરબ્રિજ ફાટક પાસે બનેલી ઘટનાને લઈ લોકોના ટોળે ટોળા ભેગા થયા હતા. મહિલા કોણ છે તે અંગે પોલીસે તપાસ હાથ ધરી હતી.



 


 









 


Surat: સોશિયલ મીડિયાના માધ્યમથી યુવક સાથે મિત્રતા યુવતીને ભારે પડી, જાણો વધુ વિગતો


સુરત:  સોશિયલ મીડિયાના માધ્યમથી યુવક સાથે મિત્રતા સુરતની યુવતીને ભારે પડી છે.  શહેરના અડાજણ વિસ્તારમાં રહેતા યુવકના સંપર્કમાં શહેરની એક યુવતી ઈન્ટાગ્રામના માધ્યમથી સંપર્કમાં આવી હતી. જો કે બાદમાં આ યુવકે તેના બે મિત્રો સાથે મળીને બિભત્સ ફોટા ડાઉનલોડ કર્યા અને બાદમાં ચહેરો મોર્ફ કરી રૂપિયાની માંગણી કરી હતી. આ અંગે ફરિયાદ નોંધાતા પોલીસે અડાજણમાં પંચરત્ન એપાર્ટમેન્ટમાં રહેતા રવિરાજ ઓમપ્રકાશ સરગ્રા, ઉધના સિલીકોન શોપર્સની પાસે સત્યનગરની સોસાયટીમાં રહેતા તુષાર બારડોલીયા અને મહિધ૨પુરા ભવાની માતાના મંદિર નજીક હરિપુરામાં રહેતા નિર્મલ ચૌહાણની ધરપકડ કરી છે. 


દહેગામથી ઉમેદવાર બદલ્યા


આમ આદમી પાર્ટીએ દહેગામથી ઉમેદવાર બદલ્યા છે. યુવરાજસિંહ જાડેજાના બદલે સુહાગ પંચાલના નામની જાહેરાત કરાઈ છે. યુવરાજસિંહને સાત બેઠકોની જવાબદારી સોંપાઈ છે. થોડા દિવસ પહેલા આમ આદમી પાર્ટીએ જાહેર કરેલી યાદીમાં દહેગામ બેઠક પરથી યુવરાજસિંહના નામની જાહેરાત થઈ હતી. યુવરાજસિંહના સ્થાને અન્ય ઉમેદવારના નામની જાહેરાત થતાં હાલ અનેક તર્કવિતર્ક થઈ રહ્યા છે


ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ આજે આમ આદમી પાર્ટી દ્વારા 12 મી યાદીમાં વધુ સાત ઉમેદવારનો નામ જાહેર કરવામાં આવ્યા છે. અંજારથી અર્જુન રબારી, ચાણસ્માથી વિષ્ણુભાઈ પટેલ, દહેગામથી સુહાગ પંચાલ, લીંબડીથી મયુર સાકરિયા, ફતેપુરાથી ગોવિંદ પરમાર, સયાજીગંજથી શ્વેતલ વ્યાસ અને ઝઘડિયાથી ઉર્મિલા ભગતને ટિકિટ આપવામાં આવી છે