Morbi bridge collapse Update:મોરબી ઝુલતો પુલ તૂટવાની ગોઝારી ઘટનાને 6 દિવસ બાદ એક મહિનો થઇ જશે પરંતુ આ મામલે હજુ સુધી કોઇ નક્કર પગલા નથી લેવાયા. પુલ તૂટવાની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મૃતકના પરિવારજનો પણ અરજી દ્વારા નિષ્પક્ષ તપાસની  માંગ કરી છે.
ઝૂલતાપૂલ દુર્ઘટનાના આઠ આરોપીની જામીન અરજી નામંજૂર, એક પેન્ડિંગ  છે.મોરબી સેસન્સ કોર્ટ માં સુનવણી બાદ અરજી નામંજૂર  કરાઇ છે. ઓરેવા કંપનીના મેનેજર સહિતના આઠ આરોપીઓની જામીન અરજી નામંજૂર  કરી છે. એક આરોપીની જામીન અરજી પેન્ડિંગ રાખવામાં આવી છે.


મોરબી મોરબી ઝુલતો પુલ તૂટવાની દુર્ઘટના ને લઈને હાઇકોર્ટેમાં આજે  જાહેર હિતની અરજી પર   સુનાવણી થશે
માનવ અધિકાર પંચ તેમજ રાજ્ય સરકાર પોતાના સોગંદનામાં રજૂ કરશે. ઉલ્લેખનિય છે કે,  ઝૂલતો પુલ તૂટવાની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મૃતકના પરિવારજનો પણ હાઇકોર્ટમાં અરજી દ્વારા નિષ્પક્ષ તપાસની  માંગ કરી છે. ઉપરાંત મૃતકોને 25 લાખ રૂપિયા નું વળતર તેમજ જવાબદાર કંપનીના લોકો સામે કાર્યવાહીની માંગ સાથે અન્ય એક અરજી પણ કરાઇ છે. જેની તમામની એક સાથે આજે હાઇકોર્ટમાં સુનાવણી થશે. આજે મોરબી ઝુલતા પુલના મેન્ટેનન્સ અંગેની આખી રેકોર્ડ ફાઈલ પણ  કોર્ટમાં રજૂ કરાશે. 


ઉલ્લેખનિય છે કે, 30 ઓક્ટબરે સાંજે 6 વાગ્યાની આસપાસ મોરબીનો ઝુલતો પુલ તૂટી પડતાં 135થી વધુ લોકોના મોત થયા હતા. નગરપાલિકાની લાપરવાહીના કારણે 140 લોકો મોતના મુખમાં હોમાઇ જતાં આ ઘટના પર અનેક સવાલ ઉઠી રહ્યાં છે.આ બ્રીજને રિનોવેટ કરીને ખુલ્લો મૂકાયાના ગણતરીના દિવસમાં  જ તે તૂટી પડ્યો હતો. ફિટનેસ સર્ટીફિકેટ વિના કે કોઇ ટ્રાયલ વિના જ બ્રીજ ચાલુ કરી દેવાયો હતો. આ પુલનો કોન્ટ્રાક્ટ ઓરેવા કંપનીએ આપ્યો હતો જેને જિંદાલ ગ્રૂપ કામ સૌંપ્યું હતું પરંતુ આટલી મોટી દુર્ઘટના બાદ પણ કંપનીના માલિકની ધરપકડ તો શું પૂછપરછ શુદ્ધા નથી થઇ. આજ કારણ છે કે લોકો સરકાર સામે કંપનીના માલિકને બચાવવાનો પ્રયાસનો આપેક્ષ કરી રહ્યાં છે.


સુરત અને સોનગઢમાં છ જગ્યાએ IT વિભાગના દરોડા, ખેડુતો – બિલ્ડરોમાં ફફડાટ


IT Raid in Surat: વિધાનસભાની ચૂંટણી અગાઉ આઇટીએ જમીન દલાલ, સટ્ટા રમનારા અને બ્લેકમની જનરેટ કરવાના કામ સાથે સંકળાયેલાઓના 6 જગ્યાએ દરોડા પાડયા છે. જમીનદલાલ સહિત અનેક સાણસામાં આવ્યા હોવાના સમાચરા છે.


અલથાણ વિસ્તારના અનિલ સોલંકી, બળવંત અને જામુ સહિત અનેક ત્યાં આઇટી દ્વારા તપાસ કરાઈ છે. આઇટીને ખેડૂતો વ્યાજે રૂપિયા ફેરવતા હોવાની માહિતી મળી હતી. જે બાદ આ તપાસ શરૂ કરવામાં આવી છે. આઈટીની તપાસમાં ડોક્યુમેન્ટ્સની ચકાસણી પણ શરૂ કરાઇ છે.


તપાસ દરમિયાન અલથાણના ખેડૂત અનિલ સોલંકીને ત્યાંથી જમીનોને લગતા ડોક્યુમેન્ટ મળી આવ્યા છે. ડોક્યુમેન્ટની ચકાસણી બાદ મોટા ધડાકા થવાની સંભાવના છે. ચૂંટણી દરમિયાન જ્યારે રૂપિયાની હેરફેર પર નજર રખાઇ રહી છે ત્યારે કેટલાંક ડેટા અને ટ્રાન્ઝેકશનની ચકાસણીમાં સોનગઢ અને સુરતમાં દરોડા પડાયા હતા.


સોનગઢમાં સટ્ટા સાથે સંકળાયેલાં અને બ્લેક મની જનરેટ કરતાં એક વ્યક્તિને સાણસામાં લેવાયો હતો. સુરતમાં જમીનોના સોદામાં 4થી વધુ જગ્યાએ તપાસ કરવામાં આવી હતી. આ તપાસ બાદ જમીન દલાલો, ખેડુતો - બિલ્ડરો ટેન્શનમાં છે. મળતી માહિતી મુજબ દરોડાનું કાર્યક્ષેત્ર વધી શકે છે