Heavy rain :આગામી 24 કલાક ગુજરાત માટે ભારે, હવામાન વિભાગે કરી અતિ ભારે વરસાદની આગાહી,  આ 6 જિલ્લામાં રેડ એલર્ટ અપાયું છે.


ગુજરાત પર હાલ વરસાદી સિસ્ટમ સક્રિય થઇ છે.  ફરી હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં અતિ ભારે વરસાદની આશંકાના  પગલે 6 જિલ્લામાં  રેડએલર્ટ અપાયું છે. ગુજરાતના વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત,. ભરૂચ, નર્મદ અને ઉદપુરમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે.


હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના જિલ્લામાં પણ ભારે વરસાદની આગાહી કરી છે. અમરેલી, ભાવનગર, ખેડા મોરબી આણંદ અને વડોદરા પંમહાલ ઓરેંજ એલર્ટ અપાયું છે. ઓરેન્ડ અને રેડ એલર્ટ વાળા વિસ્તારમાં પ્રશાસન દ્વારા NDRFની ટીમ તૈનાત કરી દેવાઇ છે અન્ય રાજ્યોમાંથી પણ NDRFની ટીમ બોલાવવાની તૈયારી શરૂ કરી છે. તો નવસારી માટે એનડીઆરએફની ટીમ રવાના કરાઇ છે.


ભારે વરસાદના પગલે દક્ષિણ ગુજરાતની તમામ નદીઓના જળસ્તરમાં વધારો થયો છે. મધુબન ડેમમાં એક લાખથી વધુ ક્યુસેક પાણીની આવક થઇ છે.  અંબિકા, કાવેરી પૂર્ણા નદીના જળસ્તરમાં સતત વધારો થયો છે. નવસારીના કેલિયા ડેમમાં પણ પાણીની ભારે આવક થઇ છે. છેલ્લા 2 દિવસમાં ઉકાઇ ડેમની જળ સપાટીમાં 3 ફૂટનો વધારો થયો છે. ઉકાઇમાં 55 હજાર 346 ક્યૂસેક પાણીની આવક થઇ છે. નર્મદા ડેમની પાણીની સપાટીમાં પણ વધારો થયો છે. જળ સપાટી 115.58 મીટર પહોંચી છે.


વલસાડના કેટલાક વિસ્તારોમાં પૂર









કાવેરી અને અંબિકા નદીઓ ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે


જિલ્લા મેજિસ્ટ્રેટ અમિત પ્રકાશ યાદવે જણાવ્યું હતું કે, "નવસારી જિલ્લામાં કાવેરી અને અંબિકા નદીઓ ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. અમે નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સલામત સ્થળે બહાર ખસેડવામાં આવી રહ્યા છે. વલસાડ અને નવસારી જિલ્લાના નીચાણવાળા વિસ્તારોમાંથી 700 લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા છે, અધિકારીઓએ જણાવ્યું હતું. શનિવારથી ભારે વરસાદને કારણે દક્ષિણ અને મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં અનેક ડેમ  ઓવરફ્લો તઇ ગયા હતા અને નદીઓ વહેતી થઈ હતી.  નદી  ખતરાના નિશાનની નજીક વહી રહી છે, જેના કારણે સંબંધિત વહીવટીતંત્રને એલર્ટ રહેવા માટે કહેવામાં આવ્યું છે."