India Corona Cases Today: દેશમાં કોરોનાના કેસમાં ઘટાડો થયો છે. જુલાઈ મહિનામાં દસમી વખત 16 હજારથી વધુ  કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 16,678 નવા કેસ નોંધાયા અને 26 સંક્રમિતોના મોત થયા  હતા. જ્યારે 16,629 સંક્રમિતો સાજા થયા હતા.  એક્ટિવ કેસ 1.30 લાખને પાર થયા છે. દૈનિક પોઝિટિવિટી રેટ 5.99 ટકા છે.

  


દેશમાં એક્ટિવ કેસ 1,30,713 પર પહોચ્યા છે. જ્યારે કુલ મૃત્યુઆંક 5,25,454  થયો છે. અત્યાર સુધીમાં 4,29,83,162 લોકો કોરોના સામે જંગ જીત્યા છે. દેશમાં રસીકરણનો આંક 198,88,77,5378 થયો છે, જેમાંથી ગઈકાલે 11,44,145 ડોઝ આપવામાં આવ્યા હતા.




જુલાઈ મહિનામાં કઈ તારીખે કેટલા કેસ નોંધાયા



  • 10 જુલાઈએ 18.257 નવા કેસ નોંધાયા અને 42 સંક્રમિતોના મોત થયા હતા.

  • 9 જુલાઈએ 18,840 લોકો સંક્રમિત થયા અને 43 લોકોના નિધન થયા.

  • 8 જુલાઈએ 18, 815 નવા કેસ નોંધાયા અને 38 સંક્રમિતોના મોત થયા હતા.

  • 7 જુલાઈએ 18,930 નવા કેસ અને 35 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો હતો.

  • 6 જુલાઈએ 16,159 નવા કેસ અને 24 સંક્રમિતોના મોત થયા હતા.

  • 5 જુલાઈએ 13,086 નવા કેસ અને 19 સંક્રમિતોના મોત થયા હતા.

  • 4 જુલાઈએ 16,135 નવા કેસ નોંધાયા અને 24 સંક્રમિતોના મોત થયા  હતા.

  • 3 જુલાઈએ16,103 નવા કેસ નોંધાયા અને 31 સંક્રમિતોના મોત થયા  હતા.

  • 2 જુલાઈએ 17092નવા કેસ નોંધાયા અને 19 સંક્રમિતોના મોત.

  • 1 જુલાઈએ 17 હજારથી વધુ કેસ નોંધાયા.