Himachal Floods Weather:હિમાચલ પ્રદેશમાં મુશળધાર વરસાદ બાદ હવે મુસીબત ઓછી થવાનું નામ નથી લઈ રહી. ભૂસ્ખલન અને મકાન ધરાશાયી થવાની ઘણી ઘટનાઓમાં જાન-માલનું ઘણું નુકસાન થયું છે. શિમલાના ભટ્ટકુફર ફળ બજારમાં ભૂસ્ખલન થયું છે. મણિકર્ણ અને કસોલમાં ફસાયેલા પ્રવાસીઓને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે.


કિન્નૌર જિલ્લાના સાંગલા બજારમાં પૂર


ભારે વરસાદને કારણે બુધવારે બપોરે કિન્નૌર જિલ્લાના સાંગલા બજારમાં મોટી માત્રામાં કાટમાળ આવી ગયો હતો. જેના કારણે વ્યાપક નુકસાન થયું છે.  જણાવવામાં આવી રહ્યું છે કે ભારે વરસાદને કારણે અચાનક પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી અને ઉપરથી મોટી માત્રામાં કાટમાળ સાંગલા માર્કેટમાં પહોંચી ગયો હતો. અનેક વાહનો પણ કાટમાળ નીચે દટાયા હતા. વિસ્તારમાં વીજ પુરવઠો અને સંદેશાવ્યવહાર સેવાઓ તૂટવાને કારણે લોકો એકબીજાનો સંપર્ક પણ કરી શકતા નથી.      


રાજ્યમાં 873 રસ્તાઓ બંધ


વિવિધ સ્થળોએ ભૂસ્ખલનને કારણે બુધવારે સવારે 10:00 વાગ્યા સુધી રાજ્યમાં 873 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા હતા. તેમાંથી શિમલામાં સૌથી વધુ 350, મંડીમાં 100, સિરમૌર, સોલનમાં 109, લાહૌલ-સ્પીતિમાં 97, ચંબામાં 78 અને કિન્નૌરમાં 36 રસ્તાઓ બંધ  કરવામાં આવ્યા હતા. રાજ્યમાં વરસાદના કારણે 1956 પાવર ટ્રાન્સફોર્મર પણ અટકી ગયા છે. ચંબા 129, કિન્નોર 128, લાહૌલ-સ્પીતિ 206, મંડી 156, શિમલા 380, સિરમૌરમાં 328 અને સોલનમાં 619 પાવર ટ્રાન્સફોર્મર ઠપ્પ થઇ ગયા છે.     


2500 પ્રવાસીઓને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા


મંડી-કુલુ NH ને ભૂસ્ખલનથી અનબ્લોક થવાને કારણે ઓટમાં ફસાયેલા લગભગ 2,500 પ્રવાસીઓને મંગળવારે સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. તેઓને ચેલચોક મારફતે મોકલવામાં આવ્યા છે. ઓટમાંથી 1000 થી વધુ વાહનો રવાના કરવામાં આવ્યા છે. NH બંધ થવાને કારણે અહીં પ્રવાસીઓ હોટલ અને અન્ય સ્થળોએ રોકાયા હતા. દિવસ દરમિયાન, પોલીસ કર્મચારીઓએ NH પર પ્રવાસીઓ અને અન્ય લોકોના વાહનોને બહાર કાઢવા માટે વ્યવસ્થા કરી હતી. ઓટથી પંડોહ નજીક પોલીસની ટીમો તૈનાત કરવામાં આવી હતી. પોલીસ દ્વારા ઓળખવામાં આવેલા 100 થી વધુ પ્રવાસીઓ પંજાબ, હરિયાણા, હૈદરાબાદ, બંગાળ, ઓડિશા, ગુજરાતના હતા. પોલીસે તેમની ઓળખ કરી તેમના ઘરે રવાના કર્યાં બાકીના  માર્ગ ખોલ્યા પછી ટૂંક સમયમાં અન્ય કેટલાક પ્રવાસીઓને મોકલવામાં આવશે. વામતટ માર્ગ પર પણ જામમાં પ્રવાસીઓ ફસાઇ ગયા હતા. ગત રાતે ફસાયેલા પ્રવાસીઓને આજે બપોરે 1 વાગ્યે ટ્રાફિક ક્લિયર થતાં કુલ્લુ રવાના કરવામાં આવ્યાં છે.