Road Accident:અમીરગઢ હાઇવે ઉપર બાઇક પર જતી મહિલાને કોઇ અજાણ્યા વાહને ટક્કર મારતા મહિલાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. હિટ એન્ડ રનની ઘટનામાં ક્યું વાહન હતું અને સમગ્ર ઘટના કેવી રીતે બની તે અંગે કોઇ માહિતી સામે આવી ન હતી. વાહન મહિલાને અડફેટે લેતા પસાર થઇ ગયું હતું. . અજાણ્યા વાહન ચાલક અને બાઇકની ટક્કરમાં મહિલાનું ધટનાસ્થળે જ મોત થયું છે. આ સમગ્ર મામલે અમીરગઢ પોલીસે તપાસ હાથ ધરી છે.
તો બીજી તરફ આજે જામનગરના લાલપુરમાં પણ ભયંકર અકસ્માત સર્જાયો હતો. અહીં કાર ટ્રક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં એક મહિલાનું મોત થયું છે. અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે. સમગ્ર ઘટના લાલપુર બાયપાસ નજીક બની હતી.
તો 1 ઓક્ટોબરે રાજસ્થાનનાં ભરતપુર બસ દુર્ઘટનામાં ભાવનગરના વધુ એક મહિલા યાત્રિકનું મોત થયું હતું. તમને જણાવી દઈએ કે, રાજસ્થાનના ભરતપુર નજીક યાત્રાની બસને ટ્રેલરે પાછળથી ટક્કર મારતા 12 ભાવનગરના યાત્રીઓના સ્થળ પર જ મોત થયા હતા. ત્યાર બાદ ભાવનગરમાં સારવાર દરમિયાન અન્ય 3 યાત્રાળુઓના મોત થયા હતા. જે મૃતકો તળાજાના દિહોર ગામના વતની હતા. જ્યારે આજે વધુ એક મહિલા સોનલબેન ધોયલનું નિધન થતા મોતનો આંકડો 16 પર પહોંચ્યો છે. નોંધનીય છે કે, રાજસ્થાનના પુષ્કરથી ગોકુળ મથુરા દર્શન કરવા માટે બસ જઈ રહી હતી. એ દરમિયાન જયપુર હાઇવે પર ભરતપુર નજીક બસ ખરાબ થતા ઉભી રાખવામાં આવી હતી જ્યાં આ દુર્ઘટના ઘટી હતી. આ પણ વાંચો
Manipur Violence: મણિપુરમાં ફરી હિંસા ભડકી, ઇમ્ફાલમાં બે ઘરોને સળગાવી દેવાયા, અનેક રાઉન્ડ ફાયરિંગ
Surat: સુરતમાં મહિલાએ બ્રેઈનડેડ પતિના 5 અંગોનું દાન કરી માનવતા મહેંકાવી